નવરાત્રીના થોડા જ દિવસો બાકી છે, ત્યારે ખેલૈયાઓમાં અંતિમ ચરણનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મન મૂકીને ખેલૈયા ગરબાના તાલે ઝુમી રહ્યા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી નવલી નોરતાના છઠ્ઠા નોરતે ગરબા રમતા ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા ગરબા નિહાળવા આવ્યાં હતાં. આ સાથે ધર્મ પત્નિ અંજલિ રૂપાણી. ગાંધીનગર મેયર રીટા પટેલ પણ હાજર રહ્યાં હતાં. જ્યાં કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાંત જહાએ સ્વાગત કર્યું હતું. ગાંધીનગર કલ્ચર ફોરમના ગરબા જોવા તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પણ અગાઉ મુલાકાત લઇ ચુક્યા છે, ત્યારે આ સિલસિલો વિજય રૂપાણીએ પણ ચાલુ રાખ્યો છે.
આજે છઠ્ઠા નોરતે એક કલાક સુધી રોકાઇને મુખ્યપ્રધાન અને તેમના પત્નીએ ખેલૈયાઓને નિહાળ્યા હતાં, ત્યારે મુખ્યપ્રધાને કહ્યું કે, ગાંધીનગરને સંસ્કૃતિક નગરી બનાવવામાં કલ્ચરલ ફોરમનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે. જ્યારે બનાસકાંઠામાં પત્રકાર પર થયેલા હુમલાને લઈને કહ્યું કે નિંદનીય બાબત છે અને તેને વખોડું છું. આ પ્રકારનો હુમલો કોઈની ઉપર ન થવો જોઈએ.