અમદાવાદઃ લોકસભામાં કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે વર્ષ 2023-24 માટેનું બજેટ રજૂ કર્યું હતું. ત્યારે સમગ્ર દેશમાં એક જ ચર્ચા ચાલી રહી છે તે છે બજેટ. લોકસભાની ચૂંટણી પહેલા સરકારે પોતાનું અંતિમ બજેટ રજૂ કર્યું હતું. માત્ર ખેડૂત જ નહીં, પરંતુ ઉદ્યોગપતિ, નાના ઉદ્યોગો, મોટા ઉદ્યોગો દરેક વર્ગને ફાયદાકારક થાય તેવું બજેટ છે.
આ પણ વાંચો Budget 2023: સામાન્ય બજેટ 2023માં સંરક્ષણ મંત્રાલયને ₹5.94 લાખ કરોડ ફાળવવામાં આવ્યા
સરકારના આ બજેટને આવકારીએ છીએઃ વેપારીઓઃ ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સના પ્રમુખ પથિક પથવારીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારનું આ બજેટને અમે આવકારીએ છીએ. ઘણા સમય પછી એવું થયું છે કે, ઉદ્યોગ, ખેતી અને સામાન્ય વ્યક્તિને સમાન રાખીને બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટ આઝાદીના 75 વર્ષ અને આગામી આઝાદીના 100 વર્ષના વિકાસને ધ્યાનમાં રાખીને બજેટ રજૂ કરવામાં આવ્યો છે. મધ્યમ વર્ગ માટે જે 5 લાખ રૂપિયા સુધીની મર્યાદા હતી તેને વધારીને 7 લાખ રૂપિયા સુધીની મર્યાદા કરી છે. જે એક સરકારનો સારો નિર્ણય કહી શકાય છે.
આયાત નહીં પરંતુ નિકાસ પર ભારઃ આ બજેટમાં આત્મનિર્ભર ભારતનો વિઝન સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે, જેથી બહારથી આવતી વસ્તુઓના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, પરંતુ જે વસ્તુના સ્પેરપાર્ટના ભાવમાં વધારો જોવા મળતો નથી. એટલે કે, ભારતની જ વસ્તુઓ ભારતમાં જ બને તેનો પ્રાધાન્ય આ બજેટમાં જોવા મળી રહ્યું છે. આ બજેટમાં સરકારે ભારતમાં બનતી વસ્તુઓને વધારે પ્રાધાન્ય આપી ભારતની વસ્તુ વિદેશમાં વિકાસ થાય તેની પર પ્રાધાન્ય આપ્યું છે. આ નિર્ણયથી ભારતની ઈલેક્ટ્રિક સિસ્ટમ માટે એક નવો પગલું કહી શકાય છે.
આ પણ વાંચો Budget 2023 Highlight: જાણો મોદી સરકારના બજેટની મોટી અને મહત્વની જાહેરાતો
ટેક્સની આવકમાં થશે વધારોઃ ગુજરાત એ એક ઉદ્યોગ ક્ષેત્ર ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. ત્યારે દરેક બજેટની અસર ગુજરાતને થતી જ હોય છે. ત્યાં લાભ તો ક્યાંક નુકસાન પણ થતું હોય છે, પરંતુ આ બજેટ તે ગુજરાતનો ઉદ્યોગને ચોક્કસથી ફાયદો થશે તેવું લાગી રહ્યું છે. આ બજેટથી નાના, મોટા, મધ્યમ દરેક ઉદ્યોગને ચોક્કસપણે ફાયદો થશે. સરકારના આ બજેટથી લોકોને ટેક્સ ભરવા માટેનું પ્રોત્સાહન કરતું પણ બજેટ કહી શકાય છે. સરકારના આ બજેટથી કહી શકાય કે, ભલે સરકારે ટેક્સ સ્લેપ ઘટાડ્યા હોય, પરંતુ ટેક્સની આવકમાં વધારો ચોક્કસપણે થશે.