ETV Bharat / state

Gujarat Budget 2023 : બજેટ બાદ મુખ્યપ્રધાને કહી મહત્વની વાત, બજેટના લાભ કોને કોને મળવાના તે ચોખ્ખું કહ્યું - ભૂપેન્દ્ર પટેલે

ભૂપેન્દ્ર પટેલની સરકારનું આજે વાર્ષિક 2023 24નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં કોઈપણ પ્રકારના કરમાં વધારા વિનાનું બજેટ છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાનિર્દેશનમાં અમૃત કાળમાં પ્રમાણે જે પ્રમાણે દેશ આગળ વધી રહ્યો છે તે જ પ્રમાણે ગુજરાતને આગળ વધાવનાર બજેટ છે.

Gujarat Budget 2023 : બજેટ બાદ મુખ્યપ્રધાને કહી મહત્વની વાત, બજેટના લાભ કોને કોને મળવાના તે ચોખ્ખું કહ્યું

author img

By

Published : Feb 24, 2023, 6:31 PM IST

જે પ્રમાણે દેશ આગળ વધી રહ્યો છે તે જ પ્રમાણે ગુજરાતને આગળ વધાવનાર બજેટ

ગાંધીનગર : ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની જંગી બહુમત મળ્યા બાદ આજ વાર્ષિક બજેટ નાણાપ્રધાન કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં ખાસ કરીને પ્રવાસન સ્થળોને વધારે આપવામાં આવ્યું હતું જો કે આ વર્ષનું બજેટ ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ અને ઐતિહાસિક બજેટ છે. જેમાં શ્રમિકો માટે નજીકમાં રૈનબસેેરાનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત આદિવાસી જિલ્લામાં નવી મેડિકલ કોલેજ ખોલવાનું પણ પ્રાધાન્ય આજના બજેટમાં આપવામાં આવ્યું છે.

23 ટકા વધારા સાથેનું બજેટ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત અને દેશ અમૃતકાળ તરફ આગળ વધી રહ્યો છે. આજે નાણાંપ્રધાન કનુ દેસાઈ રજૂ કરેલું 2023-24ના વર્ષનું આ બજેટ દેશના અમૃતકાળમાં ગુજરાતને અગ્રેસર રાખનારૂ બજેટ છે. ગુજરાત છેલ્લા બે દાયકાથી પણ વધારે સમયથી વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ દેશનું ગ્રોથ એન્જિન અને વિકાસનું અગ્રીમ રોલ મોડલ બન્યું છે. 2.45 લાખ કરોડના બજેટ કરતા આ વર્ષે 3 લાખ કરોડ થી વધુનું બજે 23 ટકા ના વધારા સાથે આપણે આપ્યું છે. આ બજેટ આત્મનિર્ભર ભારતથી આત્મનિર્ભર કરનારુ બજેટ છે. ગુજરાતના ઇતિહાસનો અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે.

આ પણ વાંચો Gujarat budget 2022-23: વર્ષ 2022-23 દરમિયાન સરકારની આવક અને જાવકનો અંદાજો

કર વેરા વધારા વિનાનું બજેટ વધુમાં જણાવ્યું હતું કે આ વખતનું બજેટ એ કોઈ પણ પ્રકારના કર વધારા વિનાનું બજેટ છે. આ વખતના બજેટમાં 91 ટકાનો વધારો વિકાસ યાત્રામાં એક સીમાચિહ્નન બનીને રહેશે. ગુજરાતના વિકાસની આ યાત્રા અવિરત આગળ પણ ચાલી રાખવાની છે આ યાત્રા વધુ મજબૂત રીતે આગળ વધે તે માટે આ પાંચ સ્તંભવાળું બજેટ છે.

શ્રમિક બસેેરા યોજના શરૂ કરવામાં આવશે વધુમાં જણાવ્યું હતું કે સમાજના ગરીબ અને જરૂરિયાત મતવાળા વ્યક્તિઓને પાયાની સુવિધા અને સામાજિક સુરક્ષા સમતોલ અને સારા વિકાસ માટે માનવ સંસાધન વિકાસ અને સુખાકારી આર્થિક સમૃદ્ધિ વધુ સુદ્રઢ બનાવનાર આ બજેટ છે. આ બજેટથી કૃષિ ઉદ્યોગ અને સેવા અને ટુરિઝમ દ્વારા નવી રોજગારીને મહત્વ આપનાર બજેટ છે. ગ્રીન ગ્રોથ અને પર્યાવરણને મહત્વ આપવામાં આવ્યું છે. કલ્યાણ હેતુથી શ્રમિકોને કામકાજના સ્થળથી નજીક રહેવાની વ્યવસ્થા મુખ્યપ્રધાન શ્રમિક બસેેરા યોજના પણ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો Congress on Budget 2023 : સામાન્ય ગુજરાતીઓને ન્યાય નહીં મળે, મોંઘવારી ઘટાડવાનું કોઈ આયોજન નથી

કુટુંબ ઓળખ પત્ર આપવામાં આવશે અલગ અલગ કાર્યો સાથે સંકળાયેલા લોકોને પ્રોત્સાહન આપી સ્વરોજગારોની તકો ઊભી કરવામાં આવશે. સામાજિક કલ્યાણની વિવિધ યોજનાઓ પણ લોકો સુધી પહોંચે તે માટે કુટુંબ ઓળખપત્ર પણ આપવામાં આવશે. જે આજના બજેટમાં મૂકવામાં આવી છે. ગરીબ જરૂરિયાત અને મધ્યમવર્ગીય પરિવાર માટે આરોગ્ય સુરક્ષા માટે વડાપ્રધાન જન આરોગ્ય મા કાર્ડમાં વાર્ષિક વીમા યોજના 10 લાખ સુધી વધારવામાં આવી છે.

ગામડા સુધી ઈન્ટરનેટ કનેક્ટિવિટી વધુમાં જણાવ્યું હતું કે અરવલ્લી, મોડાસા, ડાંગ જેવા આદિવાસી જિલ્લાઓમાં નવી મેડિકલ કોલેજની સ્થાપના કરવામાં આવશે.આ વર્ષ આંગણવાડી,શાળાને મધ્યાહન ભોજનમાં શ્રી અન્નમિલેટ શરૂ કરવામાં આવશે. ગ્રામ્ય કક્ષાના ઘર સુધી ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે તેનું પ્રાધાન્ય પણ આજના બજેટમાં મૂકવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.