ETV Bharat / state

રાજકોટના ઉપલેટામાં પાટણવાવ રોડ તંત્રે અચાનક કર્યો બંધ

Weather: સમગ્ર ગુજરાતમાં ઠંડીના શ્રીગણેશ, પવનની દિશા પલટાતા શિયાળા જેવું ટાઢોળું

author img

By

Published : Nov 2, 2022, 6:51 AM IST

Updated : Nov 2, 2022, 10:22 PM IST

22:19 November 02

રોસે ભરાયેલા લોકો પાસે વૈકલ્પિક રસ્તો ન હોવાથી જાતે જ રસ્તો ખોલી હોબાળો મચાવ્યો

રાજકોટ : ઉપલેટામાં આવેલ પાટણવાવ રોડ તંત્રે અચાનક બંધ કર્યો હતો. ETV ભારત મીડિયા દ્વારા પ્રસિદ્ધ કરેલ અહેવાલ બાદ તંત્રે રસ્તોં બંધ કર્યો હતો. પાટણવાવ રોડ પર રાજાશાહી વખતનો પુલ અતિ જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. આ પુલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોવાની પણ વિગતો સામે આવી હતી. મીડિયાના અહેવાલ બાદ તંત્ર અચાનક જાગી અને એકમાત્ર રસ્તાને બંધ કર્યો હતો. રસ્તો અચાનક બંધ કરી દેવામાં આવતા ઉપલેટાથી પોતાના ઘરે અને ગામડે જતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. રોસે ભરાયેલા લોકો પાસે વૈકલ્પિક રસ્તો ન હોવાથી જાતે જ રસ્તો ખોલી હોબાળો મચાવ્યો હતો.

21:10 November 02

બ્રિજ સંપૂર્ણ પણે હાલ પૂરતો બંધ કરવાની જાહેરાત વડોદરાના મેયર દ્વારા કરવામાં આવી હતી

સ્કાય વોક સામાન્ય નાગરિકોની અવર જવર માટે બંધ કરાયો છે. મોરબીની ઝૂલતા પુલ તૂટવાની ઘટના બાદ વડોદરા કોર્પોરેશન તંત્ર સફાળું જાગ્યું છે. જેમાં રેલવે સ્ટેશન પાસે આવેલ સ્કાય વોક નાગરિકો ની અને મુસાફરોની અવર જવર માટે બંધ કરવાનો નિર્ણય પાલિકાના સત્તાધીશો દ્વારા લેવામાં આવ્યો છે. સ્કાય વોકના પતરા કોહવાઈ ગયા છે અને ત્યાંથી પસાર થતા લોકો 30 થી 40 ફૂટ નીચે પાડવાનો ખતરો છે. આ સ્કાય વોક બંધ કરવાનો નિર્ણય લેવમાં આવ્યો હતો. આ સ્કાય વોકથી લોકો સીધા જ રેલવે સ્ટેશન પર જઈ શકતા હતા. તેવીજ રીતે સ્ટેશનના પ્લેટફોર્મથી આ સ્કાય વોકનો ઉપયોગ કરી બહાર પણ આવતા હતા. પાલિકા દ્વારા 12થી 15 વર્ષ પહેલાં જ કરોડો રૂપિયાના ખર્ચે આ સ્કાય વોક બનાવ્યો હતો. સંપૂર્ણ પણે લોખંડ નો ઉપયોગ કરી આ સ્કાય વોક બનાવ્યો હતો. જેમાં પતરાં કોવાઈ જતા કાણાં પડ્યા હતા. જે બાદ આ બ્રિજ સંપૂર્ણ પણે હાલ પૂરતો બંધ કરવાની જાહેરાત વડોદરાના મેયર દ્વારા કરવામાં આવી હતી.

20:40 November 02

7 વર્ષથી ઓછી સજા હોવાથી જાતમજકુરા પર છૂટયા આરોપીઓ

નવસારી ; વાંસદાના અનંત પટેલ પર ખેરગામમાં થયેલ હુમલા પ્રકરણ. અનંત પટેલ પર હુમલો કરનાર જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુ આહીર સહિત 6 આરોપીઓ પોલીસ સમક્ષ થયા હાજર. પોલીસ સમક્ષ જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુ આહીર, તેમનો ભત્રીજો રીંકુ આહીર, કીર્તિ આહીર, અંકિત આહીર, ચેતન પટેલ અને દિનેશ પટેલ થયા હાજર. તમામ આરોપીઓ જાતમજકુરા પર જામીન આપી છૂટ્યા. 7 વર્ષથી ઓછી સજા હોવાથી જાતમજકુરા પર છૂટયા આરોપીઓ.

19:43 November 02

વીડિયો અને ફોટા વાયરલ થયા

તાપી : મોરબી હોનારતને લઈ આજે રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે. બીજી તરફ ભાજપ શાસિત વ્યારા નગર પાલિકાના પ્રમુખના જન્મદિવસની ઉજવણી કરાઈ રહી છે. વ્યારા નગર પાલિકાના પ્રમુખ સેજલ રાણાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જન્મદિવસની ઉજવણી દરમિયાન પાલિકાના ચિફ ઓફિસર અને ભાજપ શહેર સંગઠન ભાજપ પ્રમુખ હાજર રહ્યા હતા. વીડિયો અને ફોટા વાયરલ થયા છે.

18:50 November 02

પોલીસે CCTV ફૂટેજ અને અન્ય પાસાઓને ધ્યાનમાં લઈ તપાસ શરૂ કરી

બારડોલી : પલસાણા ચાર રસ્તા નજીક IDBI બેંકના ATM મશીનને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. રાત્રીના 2 વાગ્યે ગેસ કટરથી મશીન કાપી રૂપિયા 17.70 લાખ રોકડાની ચોરી કરી ગયા હતા. તસ્કરો સ્કોર્પિયો કાર લઈને આવ્યા હતા. એક ગેસ સિલિન્ડર સ્થળ પર જ છોડી ગયા હતા. પોલીસે CCTV ફૂટેજ અને અન્ય પાસાઓને ધ્યાનમાં લઈ તપાસ શરૂ કરી છે.

17:21 November 02

etv Bharatમાં અહેવાલ પ્રકાશિત થતા પરિણામ આવ્યું સામે

કચ્છ : મોરબી જેવા હાલનાં થાય તે માટે સાવચેતીનાં પગલાં લેવાયા છે. મોરબી ઝૂલતા પુલ હોનારતને પગલે ભુજનાં હમીરસર તળાવ પર આવેલા વર્ષો જૂના જર્જરિત કૃષ્ણાજી પુલને બંધ કરવાનો આદેશ અપાયો છે. ભુજના કૃષ્ણાજી પુલ પરથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. બે દિવસ અગાઉ etv Bharatમાં અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

16:25 November 02

રાજ્યભરમાં અર્ધો તિરંગો લહેરવામાં આવ્યો

સુરત : સુરતની તમામ સરકારી કચેરીએ રાષ્ટ્રધ્વજ અર્ધી કાંઠીએ લેહરાવામાં આવ્યો હતો. ગુજરાતમાં આજે રાજ્યવ્યાપી શોક જાહેર કરાયો. મોરબી ઘટનાને લઈને રાજ્ય સરકાર દ્વારા રાજ્યવ્યાપી શોખ જાહેર કરવામાં આવ્યું હતું. આજે રાજ્યભરમાં અર્ધો તિરંગો લહેરવામાં આવ્યો હતો.

15:31 November 02

ઉદ્યોગપતિ વસંત ગજેરાની સંસ્થા વાત્સલ્યધામે ઉપાડી જવાબદારી

સુરત : સુરતના ઉધોગપતિ દ્વારા અગત્યની જાહેરાત કરી છે. મોરબી દુર્ઘટનામાં નિરાધાર થયેલા તમામ બાળકો અભ્યાસ કરીને પગભર ન થાય ત્યાં સુધીની તમામ જવાબદારી ઉદ્યોગપતિ વસંત ગજેરાની સંસ્થા વાત્સલ્યધામે ઉપાડી છે.

15:17 November 02

ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ પદે સેવા આપી રહ્યા હતા

અમદાવાદ : સેવા સંસ્થાના સ્થાપક ઇલાબેન ભટ્ટનું નિધન થયું છે. બીમારીથી 89 વર્ષની વયે હોસ્પિટલમાં નિધન થયું છે. ઇલાબેને મહિલાઓ માટે 'સેવા' સંસ્થાની સ્થાપના કરી હતી. પદ્રમભૂષણ રેમોન મેગ્સેસે સાથે અનેક આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા હતા. તેમજ છેલ્લે ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ પદે સેવા આપી રહ્યા હતા.

14:18 November 02

સુરતઃસરકારી કચેરીએ રાષ્ટ્રધ્વજ અર્ધી દાંડીએ લેહરાવામાં આવ્યો..

  • સુરત ની તમામ સરકારી કચેરીએ રાષ્ટ્રધ્વજ અર્ધી દાંડીએ લેહરાવામાં આવ્યો..
  • ગુજરાતમાં આજે રાજ્યવ્યાપી શોખ...
  • મોરબી ઘટનાને લઈને રાજ્ય સરકાર દ્વારા રાજ્યવ્યાપી શોખ જાહેર કરવામાં આવ્યું છે...
  • આજે રાજ્યભરમાં અર્ધો તિરંગો લહેરવામાં આવ્યો...

11:40 November 02

વડોદરા: રાજ્યવ્યાપી શોકને પગલે પોલીસ ભવન અને મહાનગરપાલિકામાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ

  • વડોદરા: મોરબી મચ્છુ બ્રિજ હોનારતને લઈ કલેક્ટર કચેરી ,પોલીસ ભવન અને મહાનગરપાલિકામાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ
  • વડોદરા શહેર કલેક્ટર કચેરી ,પોલીસ ભવન અને મહાનગરપાલિકામાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો...
  • કલેક્ટર કચેરી,પોલીસ ભવન, મહાનગરપાલિકા ખાતે શોક સભા યોજાઈ...
  • બે મિનિટનું મૌન પાડી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી...
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વચ્ચે યોજાયેલી બેઠકમાં રાજ્યવ્યાપી શોક...

10:17 November 02

ગાંધીનગરઃ સમગ્ર રાજ્યમાં આજે શોક, અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ

સોમવારે વડાપ્રધાન મોદી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વચ્ચે યોજાયેલી બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો. જેને લઈને રાજ્યમાં શોક પાડવામાં આવ્યો છે. ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયના નિયમ અનુસાર શોક દરમિયાન, વિધાનસભા, સચિવાલય સહિતની મહત્વપૂર્ણ કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે. આ સાથે કોઈ પ્રકારના સરકારી કાર્યક્રમનું આયોજન કરી શકાતું નથી. કોઈ પ્રકારના મેળાવડા કે મનોરંજન પણ કરી શકાતું નથી. વર્ષ 1997થી આ દિવસે જાહેર રજાની જરૂરિયાતને દૂર કરી દેવામાં આવી છે. કોઈ મહાન વ્યકિતના મૃત્યું પર આ પ્રકારના નિર્ણય લેવાતા હોય છે.

08:49 November 02

કચ્છ:CM ભૂપેન્દ્ર પટેલ ધોરડોની મુલાકાતે,રણોત્સવનો સત્તાવાર પ્રારંભ કરાવશે

  • CM ભૂપેન્દ્ર પટેલ ધોરડોની મુલાકાતે, ધોરડો ખાતે રણોત્સવનો સત્તાવાર પ્રારંભ કરાવશે
  • સત્તાવાર ઉદ્ઘાટન કરવા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ 3 નવેમ્બરે ધોરડો આવશે
  • ટેન્ટસિટી નજીક રણોત્સવનો પ્રારંભ કરશે, ક્લાક સુધી રોકાણ કરશે
  • પછી ધોરડોથી જ ગાંધીનગર પરત રવાના થશે.

06:26 November 02

સુરતઃસરકારી કચેરીએ રાષ્ટ્રધ્વજ અર્ધી દાંડીએ લેહરાવામાં આવ્યો..

Weather: સમગ્ર ગુજરાતમાં ઠંડીના શ્રીગણેશ, પવનની દિશા પલટાતા શિયાળા જેવું ટાઢોળું

સમગ્ર ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડીની પા પા પગલી થઈ ચૂકી છે. ગુજરાતમાં શિયાળાના શ્રીગણેશ થયા છે. ખાસ કરીને વહેલી સવારે અને મોડી રાત્રે રીતસર ટાઢોળું અનુભવાય છે. પવનની દિશા પલટાતા શિયાળું પવન વહેવાના શરૂ થઈ ચૂક્યા છે. મંગળવારે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું, જયાં તાપમાન 14.3 ડિગ્રી નોંધાયું હતું. હવામાન ખાતાની આગાહી અનુસાર આવનારા દિવસોમાં તાપમાન 18થી 23 ડિગ્રી વચ્ચે રહેવાની પૂરી શકયતાઓ છે.

મંગળવારે તાપમાન (ડિગ્રીમાં)

  • ગાંધીનગર- 14.3
  • નલીયા- 16.3
  • અમદાવાદ-17
  • વડોદરા- 17
  • ભૂજ-20.3
  • ભાવનગર- 19.4
  • ડીસા-18.8
  • કંડલા-20.6
  • પોરબંદર- 18.5
  • રાજકોટ-19.5

Last Updated : Nov 2, 2022, 10:22 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.