અમદાવાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) ધ્યાનમાં રાખી રાજકીય પક્ષો ધીમે ધીમે ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે. ત્યારે ભાજપે આજે (શનિવારે) વધુ 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. તે મુજબ હવે ધોરાજી બેઠક પર મહેન્દ્ર પાડલિયા, ખંભાળિયા બેઠક પર મૂલુભાઈ બેરા, કુતિયાણા બેઠક પર ઢેલિબેન ઓડેદરા, ભાવનગર પૂર્વ બેઠક પર સેજન પંડ્યા, ડેડિયાપાડા બેઠક પર હિતેશ વસાવા અને સુરતની ચોર્યાસી બેઠક પર સંદિપ દેસાઈનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
પહેલી યાદીમાં 160 ઉમેદવારોના નામ હતા આ પહેલા ભાજપે પહેલી યાદીમાં (Gujarat BJP Candidate List) એકસાથે 160 બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ત્યારે આ વખતે ભાજપે અનેક મોટા નેતાઓની ટિકીટ પણ કાપી નાખી છે. બીજી તરફ ભાજપે આ વખતે અનેક નવા ચહેરા પર વિશ્વાસ મૂકી તેમને ચૂંટણીના (Gujarat Assembly Election 2022) મેદાને ઉતાર્યા છે.