ETV Bharat / state

ગુજરાત ATSએ મરકજમાં ગયેલા 74 લોકોને શોધી કાઢ્યા

સમગ્ર દેશ અને શહેરમાં એક તરફ દુનિયાભરમાં કોરોનાને લઈ મહામારી ચાલી રહી છે, તેવામાં દિલ્હીનાં નિઝામુદ્દીનના મરકજમાં અનેક લોકોને કોરોના હોવાની વાતને લઈ હડકંપ મચી ગયો છે. ત્યારે આવી પરિસ્થિતિમાં હવે ગુજરાત પોલીસે પણ તપાસમાં ધમધમાટ વધાર્યો છે. આ સમગ્ર મામલે સરકાર દ્વારા ATSને પણ તપાસ સોંપવામાં આવી છે.

nizamuddin markaz
અમદાવાદઃ ગુજરાત ATSએ મરકઝમાં ગયેલા 74 લોકોને શોધી કાઢ્યા
author img

By

Published : Apr 2, 2020, 10:28 AM IST

અમદાવાદઃ ગુજરાતમાંથી કેટલા લોકો મરકજમાં ગયા હતા તેની તપાસ કરવામાં આવી રહી છે. તેવા લોકોને શોધી ક્વૉરન્ટાઇન કરવામાં આવી રહ્યાં છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાંથી 74 લોકોને શોધી લેવામાં આવ્યા છે. જે લોકો ગુજરાતમાંથી ગયા હતા અને મરકજના ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી હતી. તે તમામ લોકો ATSનાં રડારમાં છે.

આ તમામ લોકોને ક્વૉરન્ટાઇ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત રાજ્યમાંથી યુપી અને બિહાર જેવા અન્ય રાજ્યમાંથી આવેલા અને મરકજમાં હાજરી આપેલા 29 ધર્મપ્રચારકોને પણ ઝડપી પાડવામાં આવ્યાં છે. જેઓ દરિયાપુરમાં રહેતા હતાં. 11 માર્ચ અને 15 માર્ચના દિવસે રોકાયા હોવાનું ATSની તપાસમાં બહાર આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.