ETV Bharat / state

ગુજરાત ચૂંટણી સંગ્રામ: જુઓ આજની મહત્વની ઘટના - ખંભાળિયાનો દીકરો સીએમ બનશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો(gujarat legislative assembly 2022) માહોલ જામી રહ્યો છે. પહેલી ડિસેમ્બર અને પાંચમી ડિસેમ્બરે મતદાન(Voting on 1st and 5th December) થશે. હાલ તમામ પક્ષો અને અપક્ષો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. જાહેરસભા(Public meeting), રોડ શો અને ડોર ટુ ટોર પ્રચાર(Road shows and door to door campaign) કરી રહ્યા છે. તો જોઈએ ઈ ટીવી ભારતનો વિશેષ ઓવરઓલ ન્યૂઝ રીપોર્ટ(today overall news report).

ગુજરાત ચૂંટણી સંગ્રામ
ગુજરાત ચૂંટણી સંગ્રામ
author img

By

Published : Nov 22, 2022, 10:26 PM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો(gujarat legislative assembly 2022) માહોલ જામી રહ્યો છે. પહેલી ડિસેમ્બર અને પાંચમી ડિસેમ્બરે(Voting on 1st and 5th December) મતદાન થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમદવારોના નામ ફાઈનલ થઈ ગયા છે. હાલ તમામ પક્ષો અને અપક્ષો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. જાહેરસભા(Public meeting), રોડ શો અને ડોર ટુ ટોર પ્રચાર(Road shows and door to door campaign) કરી રહ્યા છે. તો જોઈએ ઈ ટીવી ભારતનો વિશેષ ઓવરઓલ ન્યૂઝ રીપોર્ટ(today overall news report).

અમિત શાહના વિપક્ષ પર વાર
અમિત શાહના વિપક્ષ પર વાર

અમિત શાહના વિપક્ષ પર વાર: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતમાં ચાર સ્થળોએ જાહેરસભાને સંબોધન કર્યું હતું. અમિત શાહે કહ્યું હતું કે ચૂંટણી આવે કોંગ્રેસ નવા કપડા સીવડાવે છે. કોંગ્રેસવાળા સરદાર પટેલનું નામ લેતા ડરે છે. નરેન્દ્રભાઈએ 370 કલમને હટાવી છે, ત્યારે કોંગ્રેસ, સપા, બસપા અને મમતા સહિતના વિરોધપક્ષ કાઉ કાઉ કરતો કહેતો હતો કે કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે, પણ રાહુલબાબા નદીઓ ઠીક પણ એક કાંકરી હલી નથી. અમિત શાહે વધુમાં કહ્યું હતું કે ભાજપની સરકાર દ્વારા રામજન્મભૂમિ શિલાન્યાસ થયો ત્યારે રાહુલબાબા કહેતા હતા કે મંદિર વહી બનાયેગે, તારીખ નહી બતાયેગેં. તારીખ લખી લો. 1 જાન્યુઆરી, 2024ની ટિકિટ કઢાવી લો. મહાકાલ, ઉજ્જૈનનો કોરીડોર બનાવ્યો, પાવાગઢનું શિખર બનાવ્યું, બદ્રીનાથ કેદારનાથમાં કામ કર્યું, આવું કોઈ કોંગ્રેસીઓ ના કરે ભાઈઓ.
જે.પી. નડ્ડાના કોંગ્રેસ પર પ્રહાર: ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડાએ શહેરી વિધાનસભા ક્ષેત્રમાં સભા સંબોધી હતી અને કહ્યું હતું કે ગુજરાતની પવિત્ર ધરતી પર આવ્યો છું. આ વીરોની ભૂમિ છે. આઝાદીની લડતમાં ગાંધીજી અને સરદાર પટેલના યોગદાનને ભુલી ન શકાય. દેશના વિકાસને આગળ વધારવાનું કામ નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. ગુજરાત મોડલની દેશભરમાં ચર્ચા છે. કોંગ્રેસ પર પ્રહાર કરીને જેપી નડ્ડાએ કહ્યું હતું કે કોંગ્રેસે સરદાર સાહેબનું કયારેય સમ્માન કર્યું નથી.

અરવિંદ કેજરીવાલે ખંભાળીયા અને સુરતમાં રોડ શો કરીને જાહેરસભાને સંબોધી

ખંભાળિયાનો દીકરો સીએમ બનશે: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ખંભાળીયા અને સુરતમાં રોડ શો કરીને જાહેરસભાને સંબોધી હતી. કેજરીવાલે વિશ્વાસ સાથે કહ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના 8 ડિસેમ્બરે પરિણામ આવશે, આમ આદમી પાર્ટીની સરકાર બનશે અને ઈતિહાસ રચાશે. આઝાદીના 75 વર્ષ થઈ ગયા છે, ખંભાળિયાનો કોઈ દીકરો સીએમ બન્યો નથી. ઈસુદાનને સીએમ બનાવવા વોટની અપીલ કરી હતી. કેજરીવાલે ફ્રી વીજળી અને સારી સ્કુલ તેમજ સારી આરોગ્ય સેવા આપવાની ગેરંટી આપી હતી. પંજાબના સીએમ ભગવંત માને નવસારી, આહવા અન ઉધનામાં રોડ શો યોજ્યો હતો.

ખંભાળિયાનો દીકરો સીએમ બનશે
ખંભાળિયાનો દીકરો સીએમ બનશે
ભાજપના 12 નેતાઓ સસ્પેન્ડ: આજે ભારતીય જનતા પાર્ટીએ 12 નેતાઓને સસ્પેન્ડ કર્યા છે. ભાજપ દ્વારા ટિકિટ ન મળતાં પાર્ટીના આદેશ વગર અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારીપત્ર ભર્યું છે. અને તેઓ ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે ચૂંટણી લડી રહ્યા છે. તેવા 12 નેતાઓને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે સસ્પેન્ડ કર્યા છે.
સરકાર તો કોંગ્રેસની જ બનશે
સરકાર તો કોંગ્રેસની જ બનશે

સરકાર તો કોંગ્રેસની જ બનશેઃ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે ભાજપ ગમે તેટલા કારસા રચે પણ ગુજરાતની જનતા ડિસેમ્બર 2022માં કોંગ્રેસની સરકાર બનાવીને જ રહેશે. સત્યેન્દ્ર જૈન બિમાર નથી, આખી આમ આદમી પાર્ટી બિમાર છે, પુરુ નેતૃત્વ બિમાર છે, આ લોકોને રાજનિતીને બદનામ કરવા આવ્યા છે.
રોકડા રૂપિયા વહેંચતો વીડિયો વાયરલ: અમરેલીમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના રોડ શો દરમિયાન લોકોને રોકડ રકમ વહેંચવામાં આવી હતી. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જો કે આમ આદમી પાર્ટી દ્વારા આ રકમ વહેંચનારને ઓળખતા નથી તેમ જણાવ્યું હતું. બીજી તરફ શહેરના ભાજપના ઉમેદવારે કેજરીવાલ માટે અપશબ્દો કહ્યા હતા. જેવા આવ્યા હતા, તેવા દિલ્હી પાછા મોકલી દઈશું, એમ કહીને પ્રચારમાં જોશ ભર્યો હતો.

કાલે પીએમ મોદીની ચાર જાહેરસભા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 23 નવેમ્બરે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા આવી રહ્યા છે. મહેસાણા, દાહોદ, વડોદરા અને ભાવનગરમાં વિજય સંકલ્પ સંમેલન કરશે અને સભાને સંબોધન કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.