અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi ) ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં આવતા હતા, ત્યારે જાહેરસભામાં ગુજરાતના વિકાસની વાત અને જે જિલ્લામાં જાહેરસભા કરી ત્યાં તે જિલ્લાના વિકાસની વાત લોકોને યાદ અપાવી હતી. સભાની છેલ્લે નરેન્દ્ર મોદી તેમની આગવી અદામાં બધાને પ્રણામ પાઠવવાનું કહેતા હતાં. આ પ્રણામ ગુજરાતીઓએ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામમાં ( Gujarat Assembly Election 2022 Results )સ્વીકાર્યા છે.
આપણાં નરેન્દ્રભાઈ આવ્યાં હતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi )સભા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામ પૂર્ણ કરે ત્યારે કહેતાં હંતા મારુ એક કામ કરશો? તમે બધાં તો મારા અંગત છો એટલે કહું છું. તમે મારું કામ કરશો? સભામાં હા... એવો અવાજ આવે. પછી મોદી બોલે કે ચૂંટણી નજીક છે. તમે બધાંને મળશો બરોબર... જે સભામાં નથી આવ્યાં તેમને જઈને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ આવ્યાં હતાં... પાછું એવું ન કહેતા કે પીએમ સાહેબ આવ્યાં હતાં. તમારે એમ કહેવાનું કે આપણા નરેન્દ્રભાઈ આવ્યાં હતાં, તમને પ્રણામ પાઠવ્યા છે. બોલો કહેશો ને?
ગુજરાતની જનતા વિકાસની સાથે રહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi )પ્રણામ આજે કામ કરી ગયા છે. ગુજરાતીઓએ રાહુલ ગાંધીના 8 વચન અને કેજરીવાલની ફ્રીમાં આપવાની ગેરંટીઓ નકારી દીધી છે. ગુજરાતીઓ નરેન્દ્ર મોદીના હાથે શરૂ થયેલ વિકાસના કામોની સાથે રહી છે તે આજના પરિણામ (BJP Win ) પરથી સ્પષ્ટ થાય છે.
27 વર્ષ પછી પણ ભરોસાની ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi )એ રેકોર્ડબ્રેક મતદાન કરવાની અપીલ કરી હતી, પણ ઓછા મતદાન વચ્ચે પણ ગુજરાતે ભાજપને જીત (Record of seats won ) ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામ આપી છે અને ફરી એક વાર ભાજપના હાથમાં સૂકાન (BJP Win ) સોંપ્યું છે. 27 વર્ષ પછી પણ એ જ ભરોસો મુક્યો છે. વિકાસના મુદ્દે મતદાન કર્યું છે.