અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અંતર્ગત અમદાવાદ શહેરમાં ચૂંટણીને લઈને બીજા તબક્કામાં મતદાન થવાનું છે. જેને ધ્યાને લઈ ચૂંટણી દરમિયાન કાયદો, વ્યવસ્થાની પરિસ્થિતિ અને શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયાને લઇને હથિયાર લાયસન્સ ધારકોને (Ahmedabad weapon deposit) જમા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે હથિયારની લઈને (Election Notification Ahmedabad) જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં હથિયાર લાયસન્સ ધારકોએ પોતાનું હથિયાર ગન, રાઇફલ, પિસ્તોલ કે રિવોલ્વર જેવા હથિયાર પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના હતા. (deposit arms Order in Ahmedabad)
હથિયાર જમા કરવાની ઝુંબેશ મળતી માહિતી મુજબ સામાન્ય રીતે ખેતરમાં પાક રક્ષણ તેમજ (Gujarat Election 2022) સ્વરક્ષણ માટે 5085 લોકોએ લાયસન્સ મેળવી હથિયાર ધરાવે છે. જેમાં 3742 હથિયાર પોલીસ સ્ટેશનમાં જમા કરવામાં આવ્યા છે. જ્યારે 1235 લોકોને અંગત કારણસર હથિયાર જમા નહિ કરાવવા માટે મુક્તિ મળી છે. જ્યારે 100 જેટલા લાયસન્સ ધારકોને લાયસન્સ રદ થતા તેમના હથિયાર જમા કરવામાં આવેલા હતા. જ્યારે ગુનામાં ઉપયોગ કરેલા લાયસન્સ વાળા 3 હથિયાર પોલીસે જપ્ત કર્યા છે. જ્યારે 5 હથિયાર જમા કરવાનું પેન્ડિંગ છે. હાલમાં પોલીસે કાયદા વ્યવસ્થાના રક્ષણ માટે ગેરકાયદેસર હથિયાર પકડવાની સાથે લાયસન્સ ધારકોના હથિયાર જમા કરવાની ઝુંબેશ કરી છે. (Arms License Holders in Ahmedabad)
જાહેરનામાનો ભંગ થશે તો મહત્વનું છે કે આ જાહેરનામાનો ભંગ કરી જો કોઈ વ્યકિત શસ્ત્ર અધિનિયમ-1959ની કલમ-1ની વ્યાખ્યામાં આવતું કોઈપણ હથિયાર ધારણ કરતાં જોવામાં આવશે. તો સંબંધિત પોલીસ અધિકારીઓ તેમજ સ્થળ પરના સુરક્ષા અધિકારીઓ આ હથિયાર જપ્ત કરીને જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ કાયદેસર પગલાં લેવાની કાર્યવાહી શરૂ કરશે. (Gujarat Assembly Election 2022)