અમદાવાદ: ગુજરાત પરિવહન વિભાગ ગુજરાતની જનતાને મુશ્કેલી ના પડે તે માટે પ્રયત્નો કરે છે. તહેવારમાં તો પરિવહન વિભાગ વારે આવે છે. પરંતુ તેની સાથે સરકારી પરિક્ષાઓમાં પણ મદદ કરે છે. દર વર્ષે સરકારી બસની સંખ્યામાં વધારો કરવામાં આવે છે. સરકાર પણ એવું ઇચ્છે છે કે, લોકોને સાથે સાથે નવી નવી સુવિધાઓ પણ મળે.જેને લઇને નવી નવી સુવિધાથી સજ્જ બસો મૂકવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા રાજ્યના 16 વિભાગમાં 125 ડેપો અને 8000 જેટલી બસોનું સંચાલન કરવામાં આવે છે.
અન્ય રાજ્યની બસનું સંચાલનઃ જેમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જેવા રાજ્યમાં પણ બસોનું સંચાલન કરવામાં આવે છે.ગુજરાત સરકારની આ સેવા નહીં નફો કે નહીં ખોટ અંતર્ગત રાજ્યના લોકોને સેવા આપવામાં આવે છે. હવે રાજ્ય સરકાર દ્વારા વોલ્વો,સ્લીપર કોચ,લકઝરી બસ, રેડી બિલ્ટ મીડી બસ સંચાલન કરવામાં આવે રહી છે. જે અંગે સચીવે અગત્ત્યની માહિતી આપી છે.
"રાજ્ય સરકારના સહયોગથી ઘણા વર્ષોથી દર વર્ષે 1100 બસ નવી બસ મુકવામાં આવી છે. થોડા દિવસ પહેલા દેશના ગૃહ પ્રધાન વધુ નવી 321 બસ સંચાલન મુકવામાં આવી હતી. નવી બસમાં બેઠક વ્યવસ્થા, ઇમરજન્સી એક્ટિઝ, ફાયર એલાર્મ સિસ્ટમ મુકવામાં આવે છે. 2×2 માં પુશબેક સીટ પણ આપવામાં આવી છે. 2 બાય 2 લક્ઝરી બસ. ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ દ્વારા ટુ બાય ટુ લક્ઝરી બસ રાજ્યના ધોરીમાર્ગ પર દોડાવવામાં આવી રહી છે. આ બસ ઇન હાઉસ બસ બોડી બિલ્ડીંગમાં તૈયાર કરવામાં આવી છે. આ બસની ખાસિયતની વાત કરવામાં આવે તો આ બસમાં 41 લોકો મુસાફરી કરી શકે છે. જેમાં બેઠક વ્યવસ્થામાં શંકન ટાઈપ ગેંગવે અને હાઈટેડ સીટ પ્લેટફોર્મ આપવામાં આવે છે" --સચિવ કે.ડી.દેસાઈ (એસ.ટી.નિગમ સચિવ)
સુવિધા યુક્ત સીટ: બસમાં એક ઈમરજન્સી ડોર 1, ઇમરજન્સી વિન્ડો 1, એસ્કેપ હેંચ 2 જે ઇમર્જન્સી સુવિધા માટે ઉપલબ્ધ કરવામાં આવે છે. આ ઉપરાંત બસમાં સલામતી અનુલક્ષીને ડ્રાઇવરની કેબિનમાં તથા પેસેન્જર સલૂનમાં બે જગ્યાએ ફાયર સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ તમામ લક્ઝરી બસમાં દિવસ પાર્કિંગ છે સેન્સર પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં એલ બસની કિંમત અંદાજે 32,58,454 લગાવવામાં આવી રહી છે. 2 બાય 1 સ્લીપર કોચ. ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ દ્વારા 2 બાય 1 સ્લીપર કોચ બસોનું સંચાલન પણ કરવામાં આવી રહ્યું છે. જેમાં બેઠક વ્યવસ્થાની વાત કરવામાં આવે તો 30 રીકલાઈન સીટ છે. 15 બર્થ સીટ જોવા મળી આવે છે. લાંબી મુસાફરી કરતા નાગરિકોને વધુ આરામદાયક મુસાફરી માટે 2 બાય 1 પેટની સુવિધા યુક્ત સીટ તૈયાર કરવામાં આવે છે.
ઇમર્જન્સી સમયે ઉપયોગ: જેમાં ઇમરજન્સીની વાત કરવામાં આવે તો આ બસમાં ઈમરજન્સી ડોર 1, ઈમરજન્સી વિન્ડો 1, એસ્કેપ હેંચ 2 જે ઇમર્જન્સી સમયે ખૂબ જ ઉપયોગ થઈ શકે છે. આ ઉપરાંત સલામતીને ધ્યાનમાં રાખીને ડ્રાઇવિંગ તેમજ પેસેન્જર સલૂનમાં 2 જગ્યા પર ફાયરની બોટલની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત ઈમરજન્સી કિસ્સામાં તાત્કાલિક પોલીસ સહાય મેળવી શકાય તે માટે તમામ વાહનોમાં વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ એક બસની અંદાજિત કિંમત 38,88081 લગાવવામાં આવી રહી છે.