અમદાવાદ : ગુજરાત ATS એ મોટું ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં મોટી સફળતા મળી છે. ATS એ કચ્છ, મોરબી, અમરેલી, વાંકાનેર, અમદાવાદ, ભાવનગર જિલ્લા સહિત અનેક જગ્યાએ સર્ચ કર્યું હતું. ત્યારે 54 જેટલા હથિયારો મળી આવ્યા હતા.
![ahmedabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7694277_xdfgvdvg.jpg)
જેમાં 9 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ હથિયાર ક્યાંથી ક્યાં લઈ જવામાં આવવાના હતા અને તે કોને મંગાવ્યા હતા તે અંગે ATS એ વધુ પૂછપરછ હાથ ધરી છે.