તીડ સ્વરુપે ગુજરાતમાં આવેલી આફતનો સામનો કરવા માટે સરકારે તમામ સ્તર પર બેઠક યોજી હતી અને રાત્રિ અથવા તો વહેલી સવારના સમયે જ્યાં તીડ મોટી સંખ્યામાં એકત્રિત થાય છે, ત્યાં ટ્રેક્ટર પર દવાનુ મશીન લગાવી તેના પર છટકાવ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
ઉત્તર ગુજરાતના 11 તાલુકાના 95 જેટલા ગામોમાં તીડની અસર જોવા મળી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની 27 જેટલી ટીમ તીડ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અસરગ્રસ્ત ખેડૂતોને ખેતરમાં થાળી અને વેલણ બજાવી તીડને ખસેડવાનો પ્રયાસ કરવા હાકલ કરી હતી.