અમદાવાદ: એક તરફ તહેવારોનો માહોલ ચાલી રહ્યો છે તો બીજી તરફ સરકારી કર્મચારીઓ માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. સરકારે નિર્ણય લીધો છે કે સરકારી કર્મચારીઓને દિવાળી ટાણે આવત પડતર દિવસે રજા મળશે. સરકાર તરફથી એક પત્ર જાહેર કરીને આ માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે સરકારી કર્મચારીઓને હવે સળંગ 5 દિવસનું વેકેશન મળશે. ઉલ્લેખનીય છે કે કર્મચારી મહામંડળ દ્વારા આ મામલે રજૂઆત કરી હતી.
સરકારી કર્મચારીને કુલ 5 દિવસનું વેકેશન: રાજ્ય સરકાર તરફથી જાહેર કરેલા પત્ર અનુસાર રાજ્યના સરકારી કર્મચારીને કુલ 5 દિવસનું વેકેશન મળશે. આ નિર્ણય બાદ હવે 11 નવેમ્બરથી 15 નવેમ્બર સુધીનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે દિવાળી તહેવારમાં બેસતા વર્ષ પહેલા 13મી નવેમ્બરે છે. જે પડતર દિવસ છે. પડતર દિવસની રજા જાહેર કરતાં રાજ્યના કર્મચારીઓને એક સાથે 5 દિવસની રજા મળી છે.