ETV Bharat / state

એરપોર્ટ કર્મીની ઈમાનદારી, ટોઈલેટમાંથી મળેલું 45 લાખનું સોનું પરત કર્યું

અમદાવાદ એરપોર્ટ (sardar vallabhbhai patel airport ahmedabad) પર હાઉસકિપીંગ સુપરવાઈઝરને 45 લાખ રૂપિયાનું સોનું મળતાં (Gold seized from Toilet of Ahmedabad Airport) તેમણે આ સોનું કસ્ટમ વિભાગને સોંપી દીધું હતું. તેને લઈને એરપોર્ટ મેનેજમેન્ટ કંપનીએ તેમનું સન્માન પણ કર્યું હતું. ત્યારે હવે આ સોનું કોનું છે ને કોણ મુકી ગયું હતું તે દિશામાં તપાસ કરાશે.

એરપોર્ટ કર્મચારીની ઈમાનદારીને સલામ, ટોઈલેટમાંથી મળેલું 45 લાખનું સોનું કસ્ટમ્સને સોંપ્યું

author img

By

Published : Jan 2, 2023, 12:48 PM IST

Updated : Jan 2, 2023, 1:32 PM IST

અમદાવાદઃ અમદાવાદ શહેરનું ઈન્ટરનેશનલ એરપોર્ટ સોનાની દાણચોરી માટે કુખ્યાત છે. સમયાંતરે ગેરકાયદેસર સોનું મળી આવવાના એવા કિસ્સા સામે આવે છે કે, અક્કલ કામ ન કરે. દાણચોરો એવી યુક્તિઓ અજમાવીને સોનું લાવે છે કે, કોઈએ કદી વિચાર્યું ન હોય. પણ અમદાવાદનું એરપોર્ટ વધુ એક બેસ્ટ સર્વિસનું સાક્ષી પુરવાર થયું છે. જેમાં આ જ એરપોર્ટના કર્મચારીને મળેલું રૂપિયા 45 લાખનું સોનું કસ્ટમને આપીને ઈમાનદારીનો દીવો ઝળહળતો રાખ્યો છે.

કસ્ટમ વિભાગને પરત કર્યું સોનુંઃ શહેરના એરપોર્ટ (sardar vallabhbhai patel airport ahmedabad) પર અવારનવાર દાણચોરીની ઘટના સામે આવતી હોય છે. ત્યારે હવે અમદાવાદ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હાઉસકીપિંગ સુપરવાઈઝરને 45 લાખ એટલે કે 800 ગ્રામ સોનું મળી આવ્યું હતું. એટલે તેમણે આ સોનું કસ્ટમ્સને સુપરત (Gold seized from Toilet of Ahmedabad Airport) કરી દીધું હતું. જેથી સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ મેનેજમેન્ટ કંપનીએ તેમને સન્માનપત્ર (Respect of Ahmedabad airport employee) આપ્યું હતું.

800 ગ્રામ સોનું મળ્યું સમગ્ર ઘટનાની વાત કરીએ, તો મૂળ રાજસ્થાનના સુપરવાઇઝર હરવિંદર નારૂકા ઇન્ટરનેશનલ ટર્મિનલ 2માં અરાઈવલમાં ગુરૂવારે કર્મચારીઓ (Gold seized from Toilet of Ahmedabad Airport) દ્વારા ટોઇલેટમાં સફાઈ બરાબર થાય છે કે, કેમ તેનું ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન ટોઈલેટનો ફ્લશ ટેન્ક ખૂલ્લો દેખાતા તેમણે ત્યાં ચેકિંગ કર્યું હતું. એટલે તેમાંથી પ્લાસ્ટિકની 2 થેલી બહાર કાઢવામાં આવી હતી, જેમાં સોનાના બે કડાં હતા. બંને કડાંનું વજન 400-400 ગ્રામ હતું.

આ પણ વાંચો અ'વાદ-સુરત એરપોર્ટ પર કોરોના ટેસ્ટિંગ, સચિવાલયમાં માસ્ક વગર 'નો એન્ટ્રી'

પ્રવાસી મુકી ગયો હોવાની આશંકા આ અંગે હરવિંદર નરુકાએ જણાવ્યુ હતું કે, મારા ટોઇલેટના ચેકિંગ (Gold seized from Toilet of Ahmedabad Airport) પહેલા અબુધાબીની ફલાઇટ આવી હતી, જેમાં કોઈ પ્રવાસી સોનું મુુકી ટર્મિનલની બહાર નીકળી ગયો હોવાની આશંકા (Respect of Ahmedabad airport employee) છે. જોકે, આ સોનું કોણ લાવ્યું અને ટોઈલેટ સુધી કોણ મૂકી ગયું એ અંગે કોઈ પ્રકારની વિગત સામે આવી નથી. જોકે, ઈમાનદારીના આ કિસ્સાની ચર્ચા સમગ્ર અમદાવાદમાં થઈ રહી છે.

Last Updated : Jan 2, 2023, 1:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.