ETV Bharat / state

ટોયલેટમાંથી મળેલું સોનું પાછું દેનારે કરી કરોડોની વાત, જે આપણું નથી એ ન રખાય - અમદાવાદ એરપોર્ટ પરથી 45 લાખનું સોનું

અમદાવાદ એરપોર્ટ પર હાઉસકિપીંગ સુપરવાઈઝરને 45 લાખ રૂપિયાનું સોનું મળતાં (Gold seized from Toilet of Ahmedabad Airport) તેમણે આ સોનું કસ્ટમ વિભાગને સોંપી દીધું હતું. તેને લઈને એરપોર્ટ મેનેજમેન્ટ કંપનીએ તેમનું સન્માન કર્યું હતું. તેમજ પરત કરનાર યુવાને પણ આ બાબતને લઈને ખાસ વાતચીત કરી હતી. (ahmedabad airport sardar vallabhbhai patel)

45 લાખનું સોનું :"જે વસ્તુ આપણી નથી તે આપણી પાસે કેમ રાખીએ" પરત કરનારના વધામણા કરાયા

author img

By

Published : Jan 3, 2023, 6:09 PM IST

અમદાવાદ એરપોર્ટ પર હાઉસકિપીંગ સુપરવાઈઝર સાથે વાતચીત

અમદાવાદ :"જે વસ્તુ આપણી નથી તે આપણી પાસે કેમ રાખીએ" આ શબ્દો છે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હાઉસકીપિંગ સુપરવાઇઝર તરીકે કામ કરતા હરવિંદર નરુકાના. જેણે 45 લાખ રૂપિયાની કિંમતના સોનાને ટોયલેટમાંથી પકડી કસ્ટમ વિભાગને સોંપ્યું છે. તેઓએ પ્રમાણિકતાનું સૌથી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને છેલ્લા બે દિવસથી શહેરમાં આ કિસ્સો લોકમુખે ચર્ચાઈ રહ્યો છે.(Gold seized from Toilet of Ahmedabad Airport)

આ પણ વાંચો એરપોર્ટ કર્મીની ઈમાનદારી, ટોઈલેટમાંથી મળેલું 45 લાખનું સોનું પરત કર્યું

કોણ છે આ યુવાન રાજસ્થાનના અલવરના રહેવાસી હરવિંદર નરૂકા પહેલી ડિસેમ્બરથી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હાઉસકીપિંગ સુપરવાઇઝર તરીકે નોકરીમાં જોડાયા છે. તેઓના પરિવારમાં પિતા ટ્રાન્સપોર્ટેશનનો વ્યવસાય ધરાવે છે, જ્યારે માતા અને બહેન ઘરકામ કરે છે. BSc સુધી અભ્યાસ કરીને જયપુરમાં નોકરી કર્યા બાદ હરવિંદર નરુકાને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નોકરી મળતા તેઓ છેલ્લા એક મહિનાથી અહીંયા કામે લાગ્યા છે. ગત ગુરુવારે તેઓ મોડી રાત્રે ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ ટુ માં આવેલા ટોયલેટમાં કર્મચારીઓ દ્વારા સફાઈ કામ યોગ્ય કરવામાં આવે છે કે કેમ તે બાબતનું ચેકિંગ કરી રહ્યા હતા. (ahmedabad airport sardar vallabhbhai patel )

આ પણ વાંચો ડ્યુટી ફ્રી ગોલ્ડની અછતના કારણે ડાયમંડ જ્વેલરી ક્ષેત્રમાં નિરાશા

25,000ની નોકરી કરતો યુવાન ચેકિંગ દરમિયાન ટોયલેટનો પ્લસ ટેંક ખુલ્લો દેખાતા તેમણે ચેક કરતા તેમાંથી પ્લાસ્ટિકની બે થેલીઓ મળી આવી હતી. જેમાં 400-400 ગ્રામના સોનાના બે કડા મળી આવતા તેઓએ પ્રમાણિકતા દાખવીને તે સોનું કસ્ટમ વિભાગને સોંપ્યું હતું. અરવિંદ નરોકા એરપોર્ટમાં હાઉસકીપિંગ સુપરવાઇઝર તરીકે 25,000 રૂપિયાના પગારમાં નોકરી કરે છે, ત્યારે તેઓએ 45 લાખ જેટલી મોટી રકમની કિંમતનું સોનુ મેળવીને એરપોર્ટ ઓથોરિટીને જાણ કરી કસ્ટમ અધિકારીને સોંપ્યું છે. જેથી તેઓની ઈમાનદારીને લઈને સૌ કોઈ તેઓને અભિનંદન પાઠવી રહ્યા છે. માત્ર એક મહિનાથી નોકરીમાં જોડાયેલા કર્મચારીએ ઈમાનદારી દાખવતા એરપોર્ટ મેનેજમેન્ટ કંપની દ્વારા તેઓને સન્માન પત્ર પણ આપવામાં આવ્યું હતું અને તેઓની કામગીરી વધારવામાં આવી હતી.(45 lakh gold from Ahmedabad airport)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.