અમદાવાદ: ઓગસ્ટ મહિનાના શરૂઆતથી શહેરના મોટાભાગના મોલ તેમજ શોપિંગ કોમ્પ્લેક્ષ ખુલી ગયા છે. ત્યારે AMC દ્વારા તમામ દુકાનદાર તેમજ મોલ સંચાલકોને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા માટે ખાસ સૂચના અપાઈ છે.
તેમ છતાં કેટલીક જગ્યા પર નિયમનો ભંગ થતો જોવા મળે છે. જેના કારણે કોર્પોરેશન દ્વારા તે દુકાનદારો સામે કડક પગલા લેવામાં આવે છે.
મંગળવારે AMC દ્વારા શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલ પાસેના ઘાંસીરામ ચૌધરી હોલમાં જવેલરીની ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હતું.
જેમાં કામ કરતા લોકો માસ્ક વગર દેખાયા હતા. જ્યારે ગ્રાહકોએ પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું નહોતું. જેને લઇને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે હોલને સીલ કરી દીધો છે. આ મામલે હોલના મેનેજરને નોટિસ પણ આપવામાં આવી છે.
મહત્વનું છે કે, લોકો જ્યારે કોઈપણ જગ્યાએ ખરીદી માટે નીકળતા હોય છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનું ભાન ભૂલી જાય છે. કેમ જાણે કોરોના હોય જ નહીં, તે પ્રમાણેનું વર્તન કરતાં હોય છે તેના પગલે AMC દ્વારા અલગ અલગ જગ્યાએ કાર્યવાહી કરવામાં આવે છે.