અમદાવાદ: અમદાવાદમાં આવેલા મણિનગર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ઘનશ્યામ મહારાજને 200 કિલોથી વધુ પુષ્પોની પાંદડીઓથી શણગારવામાં આવ્યા હતા. ઘનશ્યામ મહારાજને 200 કિલોથી વધુ પુષ્પોની પાંદડીઓમાં જોઇને હરિભક્તો પણ ખુશ જોવા મળ્યા હતા.
નયનરમ્ય શણગાર: વિશ્વ વિખ્યાત ભૂમંડળસ્થિત તીર્થોત્તમધામ મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન સ્વામિનારાયણ ભગવાનને ગરમીમાં ઠંડક મળી રહે તેવા શુભ હેતુથી 200 કિલોથી વધુ પુષ્પોની પાંદડીઓનો શણગાર કરવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસ સ્વામી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો દ્વારા ગુલાબનાં પુષ્પોની લાખો પાંદડીઓથી નયનરમ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
![ઘનશ્યામ મહારાજને 200 કિલોથી વધુ પુષ્પોની પાંદડીઓથી શણગારવામાં આવ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18655852_s_aspera.jpg)
ગર્ભગૃહ સુગંધિત થયું: ઘનશ્યામ મહારાજ સુગંધિત ગુલાબનાં પુષ્પોની પાંદડીઓથી છવાઇ ગયા હતા. શ્રીહરિ ગુલાબનાં પુષ્પોની પાંદડીઓથી સુશોભીત દિવ્ય શણગારના દર્શન માટે ઘણા ભાવિકો મંદિરે આવ્યા હતા. ગુલાબનાં પુષ્પોની પાંદડીઓનાં શણગારને લીધે મંદિરનું ગર્ભગૃહ સુગંધિત થયું હતું. ભગવાનની સાથે ભક્તો પણ પુષ્પોની પાંદડીઓથી સુગંધિત થયા હતા. ભગવાનના આ સ્વરૂપને જોવા મોટી સંખ્યામાં ભક્તો આવી પહોંચ્યા હતા.
ભગવાન પર અભિષેક: આ પ્રસંગે સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે ઘનશ્યામ પ્રભુનાં ગુલાબનાં પુષ્પોની પાંદડીઓથી નયનરમ્ય શણગારની આરતી ઉતારી હતી. સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, સ્વામિનારાયણ મંદિર મણિનગર લાઈવ દર્શન દેશ વિદેશમાં વસતા તમામ સત્સંગી હરિભક્તોએ ભક્તિભાવ પૂર્વક કર્યા હતાં. ભક્તિભાવથી પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામી મહારાજે પણ સ્વામિનારાયણ ભગવાન પર અભિષેક કરી ધન્યતા અનુભવી હતી.
પાંદડીઓની વર્ષા: ગુલાબનાં પુષ્પોની પાંદડીઓથી પ્રેમની વર્ષા વરસાવી હતી. ગરમીમાં ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય તેવા ભક્તિભાવથી ઘનશ્યામ મહારાજને ગુલાબનાં પુષ્પોની પાંદડીઓથી વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવ્યો હતો. સમગ્ર મંદિરમાં ગુલાબની મહેક પ્રસરી હતી. આ દર્શનનો લ્હાવો લેવા માટે દૂર દૂરથી ભાવિકો મણિનગર વિસ્તારમાં આવેલા મંદિર આવ્યા હતા.