ETV Bharat / state

અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના મહામંત્રીએ સરકાર પર કર્યા પ્રહાર, મંદીને મોંઘવારીનો કોંગ્રેસ નોંધાવશે સરકાર સામે વિરોધ - BJP government's anti-women policy

અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના મહામંત્રી શૌભનાબેન શાહ ગુજરાતની મુલાકાતે આવેલા છે. આ દરમિયાન ગુજરાત મહિલા કોંગ્રેસના અધ્યક્ષ અને મહિલા કોંગ્રેસ સાથે બેઠક કરી હતી. જેમાં મહિલા કોંગ્રેસના નવા ચિન્હ જાહેરાત કરી હતી. તો બીજી તરફ મંદી, મોંઘવારી અને મહામારી અંગે થઈ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના મહામંત્રીએ સરકાર પર કર્યા પ્રહાર, મંદીને મોંઘવારીનો કોંગ્રેસ નોંધાવશે સરકાર સામે વિરોધ

author img

By

Published : Sep 30, 2021, 7:51 AM IST

  • ભાજપના સૂત્રોચ્ચાર સામે કોંગ્રેસનો વિરોધ
  • મોંઘવારીને લઈ આવનાર દિવસો કોંગ્રેસ કરશે આક્રમક પ્રદર્શન
  • અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના મહામંત્રીએ કરી જાહેરાત

અમદાવાદા: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ મહિલા કોંગ્રેસનું નવું પ્રતિક ચિન્હ જાહેર કર્યું હતો. જે દરમિયાન જણાવ્યું હતું કે, ભાજપ સરકારની મહિલા વિરોધી નિતી, મહિલાઓ પરના અત્યાચાર અને મોંઘવારીથી જનતાની હાલાકી અંગે મહિલા કોંગ્રેસ આગામી સમયમાં વધુ મજબૂતીથી ગુજરાતમાં લડાઈ લડશે. ગેસ, ખાદ્ય અને જીવન જરૂરીયાત ચીજવસ્તુઓના સતત ભાવ વધારાથી સામાન્ય અને મધ્યમવર્ગના પરિવારોને જીવન જીવવાનું મુશ્કેલ બની ગયું છે.

ભાજપના રૂપાળા સૂત્રો પ્રજા સાથે છેતરપિંડી આચરી - કોંગ્રેસ

સંગ્રહખોરો અને કાળા બજારને છૂટ આપનારા ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રભારી અને અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના મહામંત્રી શૌભનાબેન શાહ જણાવ્યું હતું કે, મંદી, મોંઘવારી અને મહામારીમાં પરેશાન જનતા ભાજપ સરકારની છેતરપિંડીનો ભોગ બની રહી છે. "અચ્છે દિન, બહોત હુઈ મહેંગાઈ કી માર” જેવા રૂપાળા સુત્રો દ્વારા બ્રામકતા ઉભી કરીને સત્તા મેળવનાર ભાજપ સરકારે દેશની જનતા સાથે છેતરપિંડી કરી છે. દેશના જીડીપી વધારવાનો વાયદો કરનાર ભાજપ સરકારમાં જીડીપીમાં સતત ઘટાડો અને ગેસ (G), ડીઝલ (D) પેટ્રોલ (P) સતત ભાવ વધારાથી પ્રજા પરેશાન છે.

અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના મહામંત્રીએ સરકાર પર કર્યા પ્રહાર, મંદીને મોંઘવારીનો કોંગ્રેસ નોંધાવશે સરકાર સામે વિરોધ

આ પણ વાંચો: મોરબીમાં રબારી સમાજના અગ્રણી રમેશભાઈ રબારીની દીકરીના લગ્ન સાદગીથી યોજાયા

મહિલાઓ પરના અત્યાચાર અંગે કોંગ્રેસે સરકાર પર કર્યા પ્રહાર

તો બીજી તરફ વધુમાં કહ્યું કે, સલામત ગુજરાત “બેટી બચાવો બેટી પઢવો” ના રૂપાળા નારા સાથે સત્તા મેળવનારા ભાજપા શાસનમાં મહિલાઓ સુરક્ષિત નથી. દેશમાં દરરોજ દુષ્કર્મના કેસ સામે આવતા હોઇ છે. ગુજરાતમાં 486 દુષ્કર્મની ઘટનાએ ભાજપ શાસનમાં કાયદો વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં 25,157 મહિલા પર અત્યાચારની ઘટનાઓ, વર્ષ 2019માં 1.37 લાખ ઘટનાઓ, વર્ષ 2020માં 1.81 લાખ ઘટનાઓ, ગુજરાતમાં બની હતી અને 2020માં દેશમાં 28.046 દુષ્કર્મની ઘટનાઓ બની છે. દેશમાં દરરોજ 77 મહિલાઓ દુષ્કર્મનો ભોગ બની રહી છે. મહિલા વિરૂદ્ધ અપરાધની ઘટનાઓમાં મોટા પાયે વધારો નોંધાયો છે. તે ભાજપ શાસનની કથળી ગયેલી કાયદો વ્યવસ્થાની સ્થિતીને ઉજાગર કરે છે.

ગેસ સિલિન્ડરના ભાવમાં ધરખમ વધારો - કોંગ્રેસ

છેલ્લા 7 વર્ષમાં સતત વધતા જતા ખાદ્ય પદાર્થોના ભાવ, દવા-સારવારમાં 400 ટકાથી 160 ટકા, બેરોજગારી આસમાને, ભારે ટેક્ષ, સબસીડીનો લાભ નહિ, આર્થિક મંદી, નાના વેપારીઓને જી.એસ.ટી.ના નામે પરેશાનીએ ભાજપ સરકારની ભેટ છે. છેલ્લા બાર મહિનામાં ઘરેલુ ગેસ સીલેન્ડરમાં રૂપિયા 250નો ભાવ વધારાથી ગેસ સીલેન્ડર રૂપિયા 1000ની નજીક પહોંચી ગયું છે. 2014માં કોંગ્રેસ સરકારમાં ગેસ સીલેન્ડરનો ભાવ રૂપિયા 414 હતો. જે ભાજપ સરકારે બમણાથી પણ વધુ મોંઘો કરીને સામાન્ય મધ્યમવર્ગને જીવન જીવવાનું મુશ્કેલ બનાવી દીધુ છે. સમગ્ર દેશમાં ડુંગળી, બટાકા, તુવેરદાળ સહિતની દાળોમાં અસહ્ય ભાવ વધારો થયો છે. દેશની મહિલાઓનું રસોડાનું અર્થતંત્ર ખોરવાયું છે, ત્યારે કોંગ્રેસ પક્ષ માગ કરે છે કે ગેસ સીલેન્ડર, ખાદ્યતેલ, ખાદ્ય સામગ્રી, શાકભાજી તેમજ દાળ સહિત જીવન જરૂરીયાતની તમામ વસ્તુઓ ભાવ વધારો પાછો ખેંચી દેશની ગૃહિણી મહિલાઓને સત્વરે રાહત આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્ને ધરણા પ્રદર્શનો યોજાયા

વિગત - 2014 - 2021

  • પેટ્રોલ(પ્રતિ લિટર) - 60 - 100
  • ગેસ સિલિન્ડર - 414 - 987
  • ડીઝલ (પ્રતિ કિલો) - 50 - 98
  • દાળ (પ્રતિ કિલો) - 70 - 138
  • ઘી (પ્રતિ કિલો) - 340 - 667
  • સરસવ તેલ (પ્રતિ કિલો) - 52 - 230

વર્ષ 2020ની માહિતી પ્રમાણે આંકડા

  • દુષ્કર્મ- 486
  • અપહરણ-597
  • એસિડ અટેક- 004
  • બાળ અપહરણ- 362
  • મહિલા છેડતી અને હુમલા - 846
  • પત્ની પર અત્યાચાર -3345

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.