ETV Bharat / state

Gandhinagar News : ગુજરાતના સ્થાપના દિનથી પ્રાકૃતિક કૃષિ તાલીમ મહાઅભિયાન શરૂ થશે, 10 ગામનું ક્લસ્ટર બનાવાશે - કૃષિ તાલીમ

ગુજરાત સ્થાપના દિવસ પહેલી મેએ રાજ્યમાં એક વિશેષ મહાઅભિયાન શરુ કરવાની સરકારે જાહેરાત કરી હતી. પ્રાકૃતિક ખેતી વધારવા માટે કૃષિ તાલીમ આપી તેનો વ્યાપ વધારવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બેક ટુ નેચર પણ ગણાવ્યું છે.

Gandhinagar News : ગુજરાતના સ્થાપના દિનથી પ્રાકૃતિક કૃષિ તાલીમ મહાઅભિયાન શરૂ થશે, 10 ગામનું ક્લસ્ટર બનાવાશે

author img

By

Published : Apr 25, 2023, 6:35 PM IST

ગાંધીનગર : ગુજરાતના રાજ્યપાલ પ્રાકૃતિક ખેતી બાબતે હંમેશા સંબોધનમાં કહેતા હોય છે. ત્યારે ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વના નિર્ણય કર્યા છે કે જેમાં પહેલી મે 2023થી ગુજરાતના ગ્રામીણ કક્ષાએથી પ્રાકૃતિક કૃષિ તાલીમ મહા અભિયાનની શરૂઆત કરવામાં આવશે. જેમાં 10 ગામનું એક ક્લસ્ટર બનશે અને આ ક્લસ્ટરમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી બાબતની સમજણ અને ફાયદા વિશેની માહિતી પણ આપવામાં આવશે.

મિશન મોડ પર પ્રાકૃતિક ખેતી : નાણાકીય વર્ષ 2023 24 ના બજેટમાં પણ ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતીને મહત્વ આપ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી માટે 'મિશન મૉડ' પર કામ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોમવારે સીએમ ડેશબૉર્ડના માધ્યમથી તમામ જિલ્લા કલેકટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે સંવાદ કરીને ગુજરાત રાજ્યના આગામી સ્થાપના દિવસ પહેલી મેથી ગ્રામીણ કક્ષાએથી શરૂ થનારા પ્રાકૃતિક કૃષિ અભિયાન વિશે ચર્ચાઓ કરી હતી. જ્યારે તમામ ગ્રામ્ય વિસ્તારોમાંથી 75 જેટલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવાનું આયોજન પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો Natural farming: ખેડૂતો માટે આશીર્વાદ રૂપ છે પ્રાકૃતિક ખેતી

દર મહિને પ્રાકૃતિક ખેતીની સમીક્ષા : રાજ્યપાલ દેવવ્રત આચાર્યે તમામ જિલ્લા કલેકટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓને દર મહિને પ્રાકૃતિક ખેતીની પરિસ્થિતિની વિસ્તૃત સમીક્ષાઓ થાય તેવી સૂચના આપી છે. આ સાથે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ઉત્પાદનોના વેચાણ માટે યોગ્ય માર્કેટ મળી રહે એ માટે ગ્રામ્ય કક્ષાએ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ સપ્તાહમાં 2 દિવસ ખાસ માર્કેટની વ્યવસ્થા ઊભી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. તેમ જ જે તે જિલ્લામાં શ્રેષ્ઠ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતના ખેતર અને વાડીની એક વખત મુલાકાત લેવા પણ કલેકટરો અને ડીડીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો.

10 ગામના ક્લસ્ટર : ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ પહેલી મેએ આવી રહ્યો છે ત્યારે રાજ્યના 14,455 ગ્રામ પંચાયત વિસ્તારોના ખેડૂતોને આવરી લેવાય એ પ્રકારે ગ્રામીણ કક્ષાએ નિશુલ્ક પ્રાકૃતિક કૃષિ તાલીમ મહાઅભિયાન હાથ ધરાશે. રાજ્યના તમામ ગામડાંઓ માટે 10 10 ગામોના એક એવા 1473 ક્લસ્ટર બનાવવામાં આવ્યાં છે. 10 ગામના જ કોઈ એખ ગામમાં પ્રાકૃતિક ખેતી કરતા નિપૂણ ખેડૂત કે જેમને સરકાર દ્વારા વિશેષ તાલીમ આપીને 'માસ્ટર ટ્રેઈનર' બનાવવામાં આવ્યાં છે તે અને સાથે આત્મા કૃષિ વિભાગના એક પ્રતિનિધિ હોય એમ બંને પોતાને ફાળવાયેલા દસ ગામોમાં ખેડૂતોને નિશુલ્ક પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવાનું કામ સંભાળશે.

આ પણ વાંચો રાસાયણિક અને પ્રાકૃતિક ખેતી વચ્ચે શું છે અંતર, જાણો...

પ્રાકૃતિક ખેતી બેક ટુ નેચર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની યોજનાઓ 5 થી 25 વર્ષ માટે લાભકર્તા હોઈ શકે, પણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ માટેના રાજ્ય સરકારના પ્રયાસોથી પેઢીઓની પેઢીઓ સુધી લાભ મળી શકશે. હાલમાં કોઈ પણ વ્યક્તિમાં કોઈપણ વયે ગંભીર રોગો જોવા મળી રહ્યા છે. પેસ્ટીસાઈડ્સના વધુ ઉપયોગથી આરોગ્યવિષયક અનેક ગંભીર પ્રશ્નો ઊભા થયાં છે. આવી સ્થિતિમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ ખૂબ જરૂરી છે. આમ પ્રાકૃતિક ખેતી બેક ટુ નેચર છે.

  • આગામી ૧ લી મે - ગુજરાતના સ્થાપના દિવસથી રાજ્યમાં ગ્રામીણ કક્ષાએથી પ્રાકૃતિક કૃષિ તાલીમ મહાઅભિયાન શરૂ થનાર છે. આ સંદર્ભે આજે માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની સાથે CM ડેશબોર્ડના માધ્યમથી જિલ્લા કલેક્ટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે સંવાદ કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું. pic.twitter.com/F0lF8B95Mu

    — Bhupendra Patel (@Bhupendrapbjp) April 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં સહાય : કૃષિપ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં વધુને વધુ ખેડૂતો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને તેમ જ પશુપાલકોને પ્રોત્સાહિત કરવા દેશી ગાયના નિભાવ માટે પ્રતિ માસ રૂ. 900ની સહાય આપવામાં આવે છે. રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે કહ્યું કે આપણે ડાંગ જિલ્લામાંથી પ્રેરણા લઈને અન્ય જિલ્લાઓ પણ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા થાય એ માટે તેજ ગતિથી કામ કરીશું. ગુજરાતના70 ટકા ગામડા ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કથી જોડાઈ ગયા છે ત્યારે ખેડૂતોને તજજ્ઞ તાલીમ આપવા ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કનો ઉપયોગ પણ કરવા અનુરોધ થયો હતો.

કયા જિલ્લામાં પ્રાકૃતિક ખેતી વધુ છે : કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ કે રાકેશે કહ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે 4,32,000 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. સરકારે અત્યાર સુધીમાં 12,36,000 ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી છે. 1,86,000 ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે ગાય રાખવા રાજ્ય 900 રુપિયા અપાય છે. ડાંગ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, નર્મદા, ગીર સોમનાથ અને આણંદ જિલ્લામાં પ્રમાણમાં પ્રાકૃતિક ખેતી કરવાનું વલણ ધરાવતાં ખેડૂતોની સંખ્યા વધી રહી છે તે સારી વાત છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.