અમદાવાદ ગુજરાતમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં લોકો વિદેશ પ્રવાસે જતા હોય છે, પરંતુ ત્યાંથી તેઓ ગેરકાયદેસર રીતે અન્ય દેશમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી છે. તાજેતરમાં ગાંધીનગર જિલ્લાના કલોલનો પરિવાર તેના ત્રણ વર્ષના પૂત્ર સાથે મેક્સિકોથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસવા ગયો હતો. તે જ દરમિયાન ટ્રમ્પ વોલ (Trump Wall at US Mexico Border ) તરીકે ઓળખાતી 30 ફૂટ ઊંચી દિવાલ પરથી પરિવાર પટકાઈ ગયો હતો. તેના કારણે બ્રિજેશ કુમારનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે તેમના પત્ની અને 3 વર્ષીય બાળકી ઈજાગ્રસ્ત છે.
પરિવાર મોતને ભેટ્યો અનેક ગુજરાતીઓ અમેરિકા, કેનેડા અને લંડન જવાના પ્રયત્ન કરતા હોય છે. આ જ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં ગાંધીનગરના જ કલોલમાં રહેતો ડિંગુચા પરિવાર ઠંડીના (Dingucha Family death at canada border) કારણે થીજી ગયો હતો ને તેમનું મોત નીપજ્યું હતું. આ પરિવાર પણ ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરી રહ્યો હતો. ત્યારે હાલમાં જ ટ્રમ્પ વોલ પરથી (Trump Wall at US Mexico Border ) પટકાયો છે. તે પરિવાર મૂળ ઉત્તરપ્રદેશનો છે, પરંતુ કલોલમાં રોજગારી મેળવતો આ પરિવાર અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસવા ગયો હતો. ને મોતને ભેટ્યો છે.
સરકારી તંત્રનો જવાબ ગાંધીનગરના નિવાસી કલેકટર (Gandhinagar Resident Collector) ભરત જોષીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કલોલની ઘટનાની એક વાત જાણવા મળી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, બ્રિજેશ કુમાર (તેમની પત્ની અને બાળકી 3 વર્ષની) પરિવાર સાથે દેશ છોડીને બહાર ગયા હતા. જ્યારે આ તમામ લોકો ગેરકાયદેસર ઘૂસણખોરી કરી રહ્યા હતા, પરંતુ 30 ફૂટની ટ્રમ્પ વોલ (Trump Wall at US Mexico Border ) કૂદવાથી તેમનું મોત નીપજ્યું છે. આ ત્રણેય લોકો અમેરિકા કોઈ એજન્ટ થ્રૂ ગયા હતા અને તેઓ મૂળ ઉત્તરપ્રદેશનાના રહેવાસી છે. તેમ જ ગાંધીનગરના કલોલ છત્રાલ GIDC ખાતે નોકરી કરતા હતા. જ્યારે આ બાબતે હવે તપાસ ચાલુ છે.
આવી રીતે મોતને ભેટયો પરિવાર મળતી માહિતી પ્રમાણે, અમેરિકામાં મેક્સિકો બોર્ડર તૈયાર (US Mexico Border) કરવામાં આવી છે, જે 30 ફૂટ ઊંચી દીવાલ છે અને 2 દેશોની વચ્ચેની આ મુખ્ય બોર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે ગાંધીનગરમાં લોલના છત્રાલ GIDCમાં કામ કરતા યુપી પરિવારના લોકો અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ કરી રહ્યા હતા. તેઓ ટ્રમ્પ વોલને (Trump Wall at US Mexico Border ) ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે યાદવ પરિવાર સાથે અન્ય 40 લોકો હોવાની વિગતો સામે આવી રહ્યા છે.
પરિવાર વિખેરાયો જ્યારે તમામ લોકો ઉત્તર ગુજરાતના છે અને ગેરકાયદે રીતે એજન્ટનો સંપર્ક કરીને મેક્સિકોની તાઇજૂના બોર્ડર ક્રોસ (US Mexico Border) કરવાનો પ્રયત્ન કર્યો હતો. તો યાદવ બોરિસાના ટેલિફોન કોલોનીમાં પરિવાર સાથે રહેતા હતા. બોર્ડર ક્રોસ કરતી વખતે યાદ આવે પોતાની દીકરીને તેડીને 30 ફૂટની દિવાલ ઉપર ચડ્યા હતા. તેની પાછળ તેની પત્ની પણ તે દિવાલ ઉપર ચડ્યા હતા, પરંતુ દિવાલ પર ધાતુની પ્લેટો અને કાંટાળા વાયરોવાળી કોંક્રિટની દિવાલની સ્કેલ કરી યાદવ અને તેનું બાળક તિજુઆના બોર્ડર બાજુ અને જ્યારે તેની પત્ની સાન ડિએગો બાજુએ 30 ફૂટ નીચે પડી ગયા હતા અને મોત નિપજ્યું હતું.