ETV Bharat / state

મહામારીમાં જિલ્લાના શિક્ષકોએ આપ્યો 14 લાખનો ફાળો, 3000 કિટ વિતરણ કર્યું - લૉક ડાઉન

મહામારી વચ્ચે પ્રાથમિક શિક્ષકો દ્વારા સેતુ બનવાનું કાર્ય કરવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લાના પ્રાથમિક શિક્ષકો દ્વારા 13.89 લાખનો ફાળો એકત્ર કરીને જિલ્લાના તમામ ગામમાં 3000 કીટનું વિતરણ કર્યું હતું. જેમાં પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી અને અન્ય એક શિક્ષક દ્વારા મોટી રકમ ફાળા સ્વરૂપે આપવામાં આવી હતી.

મહામારીમાં જિલ્લાના શિક્ષકોએ આપ્યો 14 લાખનો ફાળો, 3000 કિટ વિતરણ કર્યું

author img

By

Published : Apr 13, 2020, 5:05 PM IST

ગાંધીનગરઃ કોરોના એ સમગ્ર ગુજરાતને બાનમાં લીધું છે, ત્યારે આ મહામારી વચ્ચે પ્રાથમિક શિક્ષકો દ્વારા સેતુ બનવાનું કાર્ય કરવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લાના પ્રાથમિક શિક્ષકો દ્વારા 13.89 લાખનો ફાળો એકત્ર કરીને જિલ્લાના તમામ ગામમાં 3000 કીટનું વિતરણ કર્યું હતું. જેમાં પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી અને અન્ય એક શિક્ષક દ્વારા મોટી રકમ ફાળા સ્વરૂપે આપવામાં આવી હતી.

ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કોરોના વાયરસની મહામારીમાં કફોડી સ્થિતિમાં જીવતા લોકોને ઉપયોગી થવા માટે જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આહવાન કરવામાં આવ્યું હતું. હંમેશા સરકારની પડખે ઊભા રહેતાં અને સરકારની તમામ યોજનાઓમાં ખડેપગે કાર્ય કરતાં શિક્ષકો આ વૈશ્વિક મહામારીમાં પણ સેવા આપવા કટિબદ્ધ થઇ ગયાં હતાં. ગાંધીનગર જિલ્લામાં ફરજ બજાવતાં શિક્ષકો દ્વારા ફાળો આપવામાં આવ્યો હતો. જેના ફલ સ્વરૂપે 13.89 લાખની માતબર રકમ એકઠી થઈ હતી.

મહામારીમાં જિલ્લાના શિક્ષકોએ આપ્યો 14 લાખનો ફાળો, 3000 કિટ વિતરણ કર્યું
મહામારીમાં જિલ્લાના શિક્ષકોએ આપ્યો 14 લાખનો ફાળો, 3000 કિટ વિતરણ કર્યું

ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચનાબહેન પ્રજાપતિએ કહ્યું કે, કોરોના વાઇરસને કારણે શહેરોમાં રહેતાં લોકોની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં મજૂરી કરીને જીવતાં લોકોની સ્થિતિ વિશે ખ્યાલ પણ ડરાવી મૂકે તેવો છે. જેને લઇને જિલ્લાના શિક્ષકોને આહવાન કરવામાં આવ્યું હતું, જેમાં માતબર રકમ એકઠી થઈ હતી. જે ગામમાં ફરજ બજાવતાં શિક્ષકને જરૂરિયાતમંદ લોકોની સૂચિ તૈયાર કરવા જણાવ્યું હતું. ત્યારબાદ તે જ શિક્ષકને અનાજની કીટ તૈયાર કરીને આપવામાં આવી હતી.

સમગ્ર જિલ્લામાં 2839 કિટ તૈયાર કરવામાં આવી હતી. જે તમામ ગામના જરૂરિયાત મંદ લોકોને વિતરણ કરાઇ હતી. કેટલાક ગામ એવા પણ હતાં, જ્યા કીટની સંખ્યા વધતી જતી હતી. તેવા સમયે તે વધેલી કીટને અન્ય ગામમાં વિતરણ કરવામાં આવતું હતું. જિલ્લાના ગામડાંના લોકો દ્વારા શિક્ષકોનો હંમેશા આદરસન્માન આપવામાં આવતું હોય છે ત્યારે આ પ્રકારનું ભગીરથ કાર્ય કરવામાં આવતાં ગામ લોકો દ્વારા પણ શિક્ષકોની કામગીરી વખાણવામાં આવતી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.