અમદાવાદમાં પાલડીમાં AMC દ્વારા સંચાલિત સંસ્કાર કેન્દ્રમાં એક સુંદર એક્ઝિબિશનનું સોમવારે આયોજન કરવામાં આવ્યું હતું. જેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એક્ઝિબિશનનું નામ લોકભોગ્ય ગાંધીજી રાખવામાં આવ્યું હતું.
આ એક્ઝિબિશનમાં ગાંધીજીના અલગ-અલગ ચિત્રો તેમજ યુવા પેઢીઓ દ્વારા પોસ્ટ કાર્ડ મેકિંગમાં પણ ગાંધીજીના અલગ અલગ ફોટોગ્રાફ પેઇન્ટ કરી રજૂ કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ગાંધીજીનો રેડિયો તેમજ રેટીયો પણ રજૂ કરવામાં આવ્યો હતો. અમદાવાદના જ એક અન્ય આર્ટિસ્ટની પ્રતિકૃતિ પણ તેમાં મૂકવામાં આવી હતી. જેમાં દિવાસળીના તેમજ કાપડના ઉપયોગથી માઈક્રો ગાંધીજીની કૃતિ બનાવવામાં આવી હતી. આ એક્ઝિબિશનમાં ગાંધીજીને અલગ અલગ રીતે રજૂ કરવામાં આવ્યા હતાં. ઘનશ્યામ ગઢવી દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આ એક્ઝિબિશન સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી. જેને સોમવારે પ્રજા માટે આ એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.