અમદાવાદ : ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે G20 એમ્પાવર સમિટ 1 થી 4 ઓગસ્ટ દરમિયાન યોજાશે. તેમજ 2 થી 4 ઓગસ્ટ દરમિયાન મહિલા સશક્તિકરણ પર G20 મિનિસ્ટરરીયલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેની થીમ વુમન લેડ ડેવલપમેન્ટ, એન્સ્યોરીંગ અ સસ્ટેનેબલ, ઇન્ક્લુઝીવ એન્ડ ઇક્વીટેબલ ગ્લોબલ ઇકોનોમિક ગ્રોથ એન્ડ વુમન-લેડ ઇન્ક્લુઝીવ ડેવલપમેન્ટ એઝ કસ્પ ઓફ ઈન્ટર-જનરેશનલ ટ્રાન્સફોર્મેશન છે. આ કાર્યક્રમમાં વિશ્વભરમાંથી 600 થી વધુ પ્રતિનિધિઓ સામેલ થશે. જેમાં મહિલા પ્રધાન, ભારત અને વિદેશના જાણીતા વક્તા, G20 એમ્પાવર ડેલિગેટ્સ અને વિવિધ વૈશ્વિક સંસ્થાના પ્રતિનિધિ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે.
સ્મૃતિ ઇરાની દ્વારા લોન્ચીંગ : ભારતની G20 પ્રેસિડેન્સી હેઠળ એમ્પાવર સમિટ 31મી જુલાઈના રોજ G20 એમ્પાવરના અધ્યક્ષ ડો. સંગીતા રેડ્ડી, FICCI અને એપોલો હોસ્પિટલ્સના જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર, અને બોટ ઈન્ડિયાના સહ-સ્થાપક અને સીએમઓ, અમન ગુપ્તા સાથે ચર્ચાથી શરૂ થશે. મુખ્ય કાર્યક્રમ પહેલી ઓગસ્ટના રોજ શરૂ થશે. જેમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ તેમજ લઘુમતી બાબતોના પ્રધાન સ્મૃતિ ઇરાની અને G20 શેરપા G20 એમ્પાવર ડિજીટલ ઇન્ક્લુઝન પ્લેટફોર્મ લોન્ચ કરશે.
પ્લેનરી સેશન : કાર્યક્રમમાં ત્યારબાદ પ્લેનરી સેશન યોજાશે. જેમાં આદિત્ય બિરલા સેન્ટર ફોર કોમ્યુનીટી ઇનિશિયેટિવ એન્ડ રૂરલ ડેવલપમેન્ટના અધ્યક્ષ તેમજ FICCI સીએસઆર અને કોમ્યુનિટી ડેવલપમેન્ટ કમિટીના ચેરપર્સન રાજશ્રી બિરલા, SIDBI ના ચેરમેન શિવ સુબ્રમણ્યમ રામન તેમજ હિન્દુસ્તાન યુનિલીવરના ભૂતપૂર્વ સીઇઓ અને એમડી અને FICCI ના ભૂતપૂર્વ અધ્યક્ષ સંજીવ મહેતા સંબોધન કરશે.
પાંચ પેનલ ચર્ચા : આ કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પાંચ પેનલ ચર્ચાઓ પણ યોજાશે. જેમાં શિક્ષણ, મહિલા સશક્તિકરણ માટે એક પરિવર્તનકારી માર્ગ, મહિલા સશક્તિકરણ માટે ડિજિટલ કૌશલ્ય, શિક્ષણ અને STEM, મહિલાઓ માટે કૌશલ્યની તકો, વુમન ઈન ઇમર્જિંગ ટેક્નોલોજીસ વગેરે વિષયોનો સમાવેશ કરાયો છે.
જી 20 વુમન એમ્પાવરમેન્ટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. મહાત્મા મંદિર ખાતે 1 ઓગસ્ટના રોજ સ્મૃતિ ઈરાનીના હસ્તે આ કાર્યક્રમને ખુલ્લો મુકાશે. ભારતના જી 20 નું આયોજન કરવામાં ગુજરાતનું ખૂબ જ મહત્વ રહેલું છે. ચાર દિવસ સુધી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. જેમાં દેશભરમાંથી 600 મહિલાઓ ભાગ લેશે.-- મોના કંધાર (નોડલ ઓફિસર, G20)
મહત્વપૂર્ણ વિષય : 3 ઓગસ્ટના બીજા દિવસે વહેલી સવારે માઇન્ડફુલનેસ ધ્યાન સત્ર યોજાશે. ત્યારબાદ સમગ્ર દિવસ દરમિયાન વિવિધ વિષયો પર પ્રધાન સ્તરની ચર્ચાઓ થશે. તેમાં વિમેન એન્ડ સ્પેસ, સંસ્કૃતિ અને મહિલા સશક્તિકરણની શક્તિ, ક્લાઇમેટ રિઝિલિયન્સ એક્શન-ઇમ્પેક્ટ ઓન વિમેન્સ હેલ્થ એન્ડ ફાર્મિંગ, વુમન એન્ડ ગર્લ્સ એઝ ચેન્જમેકર્સ ઇન ક્લાઇમેટ રિઝિલિયન્સ એક્શન, ગ્રાસરૂટમાં નેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે ભાગીદારી અને મહિલા સાહસિકતા અને એન્ટરપ્રાઇઝ સહિતના વિષયોનો સમાવેશ થાય છે.
મહિલા સશક્તિકરણ : પ્રતિનિધિઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવન પર નિર્માણ કરવામાં આવેલ દાંડી કુટીર મ્યુઝિયમની મુલાકાત લેશે. તેમને ગુજરાતની સંસ્કૃતિનો પરિચય કરાવવામાં આવશે. મહેમાનોને ગિફ્ટ સિટીની મુલાકાતે પણ લઈ જવામાં આવશે. તેમજ તેઓ અમદાવાદ હેરિટેજ વોકમાં પણ સામેલ થશે. મહાત્મા મંદિર ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં હસ્તાંતરણ સમારોહ સાથે મહિલા સશક્તિકરણ પર G20 પ્રધાન સ્તરીય કાર્યક્રમની આ બેઠક સમાપ્ત થશે.
Patan News: G 20 ના પ્રતિનિધિ મંડળે રાણી કી વાવ અને પટોળા જોઈને આનંદ માણ્યો
Gandhinagar News : ગાંધીનગરમાં જી20 હેઠળ બે ફાઇનાન્સ ટ્રેક બેઠક, નાણાંપ્રધાન નિર્મલા સીતારામન આવશે