ETV Bharat / state

અમદાવાદમાં કોરોનાની ગાઇડલાઇન અનુસાર AMTS અને BRTSની તમામ બસો ફરી દોડશે - bus

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોનાના કારણે હજારો લોકોના મોત થયા છે. રાજ્યમાં સૌથી વધુ જ્યાં કોરોનાનું સંક્રમણ ફેલાયુ હતું, તેવા અમદાવાદની સ્થિતિમાં હવે ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. કોરોના કાળમાં અનલોક શરૂ થતાં જ AMTS અને BRTS બસ સેવા શરૂ કરવામાં આવી હતી. કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં 50 ટકા જ બસો દોડાવવામાં આવી હતી. ગુરુવારથી રાબેતા મુજબ તમામ બસ દોડવા લાગશે.

tomorrow
અમદાવાદમાં આવતીકાલથી કોઇપણ પાબંદી વગર AMTS અને BRTSની બસો દોડશે
author img

By

Published : Sep 9, 2020, 5:39 PM IST

અમદાવાદ: રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે અને કોરોનાના કારણે હજારો લોકોના મોત થયા છે. કોરોના કાળમાં અનલોક શરૂ થતાં જ અમદાવાદમાં AMTS અને BRTS બસ સેવા શરૂ કરવામાં આવી હતી. કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં 50 ટકા જ બસો દોડાવવામાં આવી હતી. ગુરુવારથી રાબેતા મુજબ તમામ બસ દોડવા લાગશે.

કોરોના સંક્રમણ અટકવાનું નામ નથી લેતું. જો કે, જીવન જરૂરિયાત વસ્તુ અને અમુક રોજબરોજ ઉપયોગમાં લેવાતી સેવાઓને ક્યાં સુધી બંધ રાખીશું. અમદાવાદની શાન કહેવાતી અને અમદાવાદીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવતી AMTS અને BRTS બસની સેવાઓ હવે આખા અમદાવાદમાં શરૂ થશે.

અમદાવાદમાં આવતીકાલથી કોઇપણ પાબંદી વગર AMTS અને BRTSની બસો દોડશે

સવારે 6થી રાતે 11 વાગ્યા સુધી 149 રૂટ પર 700 બસો દોડશે. તેમજ BRTSના 13 રૂટ પર 222 બસો દોડતી થઈ જશે. જો કે, AMTSની બસ જ્યાંથી ઉપડશે, ત્યાંથી જ બસમાં પ્રવાસીઓને લેવામાં આવશે. વચ્ચે ક્યાંય બસ ઉભી રહેશે નહીં, એટલે કે વચ્ચેથી કોઈ પ્રવાસીઓને લેવામાં આવશે નહીં. માત્ર 50 ટકા જ પ્રવાસીઓ બસમાં બેસી શકશે. અત્યાર સુધી પૂર્વની બસો પશ્ચિમમાં જતી ન હોવાથી પ્રવાસીઓને હાલાકી પડતી હતી. રિવરફ્રન્ટ ખાતે મળેલી બેઠકમાં બસો પૂર્વથી પશ્ચિમમાં દોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કોરોના કાળમાં શું કાળજી રાખવી પડશે?

  • AMTS અને BRTS બસ સ્ટેન્ડ પર પ્રવાસીઓએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે
  • બસમાં ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે
  • બસમાં 50 ટકા જ પ્રવાસીઓ બેસી શકશે
  • અન્ય બસ સ્ટેન્ડ પરથી પ્રવાસીઓને લેવાશે નહીં
  • પ્રવાસ કરતી વખતે હાથ સેનેટાઇઝ કરવાના રહેશે
  • AMTSમાં કન્ડક્ટર અને BRTSમાં ગાર્ડની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે
  • વેલિડેટરનો મહત્તમ ઉપયોગ કરવાનો રહેશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.