અમદાવાદ : એક અઠવાડિયા સુધી પૂર્વથી પશ્ચિમમાં બસ સેવા શરૂ કરવામાં નહીં આવે. તેમજ ડ્રાઈવરો અને પ્રવાસી માટે માસ્ક ફરજિયાત રહેશે. એક બસમાં 16 પ્રવાસી બેસી શકશે. નક્કી કરાયેલા રૂટ પર બસ સવારના 6 થી રાત્રિના 8 સુધી દોડશે.
સોમવારથી AMTS- BRTS બસ 50 ટકા પ્રવાસી સાથે થશે શરૂ - Ahmedabad
લોકડાઉન 4.0 પૂર્ણ થઈ રહ્યું છે, ત્યારે ગુજરાત રાજ્યમાં સોમવારથી અનલોક-1 લાગુ થશે. ત્યારે અમદાવાદમાં AMTS, BRTS બસ સેવા પણ શરૂ કરવામાં આવશે. સોમવારથી 50 ટકા પ્રવાસી સાથે બસ સેવા શરૂ કરવામાં આવશે. AMTSની સોમવારથી 50 ટકા બસો દોડાવવામાં આવશે. આશરે 350 જેટલી બસ દોડાવશે તેમજ 125 રૂટમાંથી 61 રૂટ પર બસ સેવા શરૂ કરવામાં આવશે. તે માટે બસોમાં ડિઝાઇન્ફેકટની કામગીરી તેમજ સ્ટીકર લગાવાની કામગીરી શરૂ થઈ ગઈ છે.
અમદાવાદ