ETV Bharat / state

Fraud case:સરકારી તળાવની જમીનને પોતાનો પ્લોટ ગણાવી 15 લાખની છેતરપિંડી કરી

author img

By

Published : Nov 13, 2021, 2:39 PM IST

અમદાવાદમાં સરકારી તળાવની જમીનને(Government lake land) પોતાની જમીન બતાડીને ગ્રાહકોને વેચી મારનારા બે શખ્સોની વાસણા પોલીસે (Vasana police)ધરપકડ કરી છે. આરોપીઓ સરકારી જમીનને(Government land) પોતાની જમીન બતાવીને વેચવાની છે તેવી વાતો કરી લોકો પાસેથી લાખો રૂપિયા પડાવતા હતા.આ બંને આરોપી ચિરાગ નાથુ ભરવાડ અને મુકેશ જક્ષી ભરવાડ આ બન્ને શખ્સોએ ફરિયાદીને સેજપુર બોઘા વિસ્તારમાં આવેલી એક સરકારી તળાવની જમીન બતાવી હતી અને તે જમીન વેચી નાખવાના ટોકન પેટે રૂપિયા 15 લાખ પડાવ્યા હતા.

સરકારી તળાવની જમીનને પોતાનો પ્લોટ ગણાવી 15 લાખની છેતરપિંડી કરી

  • સરકારી જમીનના સોદાગરો
  • સરકારી જમીનને પોતાની ગણાવી લોકોને છેતરતા
  • જમીનના ટોકન પેટે રૂપિયા 15 લાખની માગણી કરતા

અમદાવાદઃસરકારી તળાવની જમીનને (Government lake land)પોતાની જમીન બતાવીને ગ્રાહકોને વેચી મારનારા બે શખશોની વાસણા પોલીસે ધરપકડ કરી લીધી છે. જેમાં અગાઉ મુકેશ જક્ષી ભરવાડની ધરપકડ કરી લેવામાં આવી હતી.હવે તેના સાથીદારને ચિરાગ નાથુ ભરવાડને પણ વાસણા પોલીસે (Vasana police) જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

Fraud case:સરકારી તળાવની જમીનને પોતાનો પ્લોટ ગણાવી 15 લાખની છેતરપિંડી કરી

લોકોને સરકારી જમીન પોતાની બતાવતા

આપણે અત્યાર સુધી એક કા ડબલની સ્કીમ હેઠળ લોકો છેતરાયા હશે તેવું આપણે સાંભળ્યું હશે પરંતુ સરકારી જમીનને પોતાની માલિકીની જમીન બતાડી બારોબાર વેચી નાંખી હોય તેવો કિસ્સો શહેરના વાસણા પોલીસ મથકે નોંધાયો છે. ચિરાગ નાથુ ભરવાડ અને મુકેશ જકશી ભરવાડ આ બન્ને રંગા બીલ્લાની જોડીએ સરકારી તળાવ માટેની જે ખુલ્લી જમીન હતી તેને પોતાની માલિકીની જમીન છે તેવું લોકોને કહેતા અને બાદમાં આ વાતોની માયાજાળમાં જો કોઈ આવી જાય તો તેમને કહેતા કે જમીનમાં પ્લોટિંગ પાડવાના છે અને પ્લોટ વેચી નાખવાના છે. જો કોઈપણ વ્યક્તિ આ રંગા બીલ્લાની જાળમાં ફસાઈ જાય તો તેની પાસેથી ટોકન પેટે રૂપિયા 15 લાખ ખંખેરી નાખવામાં આવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

બંને આરોપી પોલીસની પકડમાં

ત્યારે ગત 07 મી સપ્ટેમ્બરના રોજ વાસણા પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી કે બે વ્યક્તિઓએ જમીનના પ્લોટિંગ આપવાની બાબતે રૂપિયા 15 લાખ સેરવી લીધા છે. ત્યારબાદ વાસણા પોલીસે આરોપીઓને જડપવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસ દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ચિરાગ નાથુ ભરવાડ અને મુકેશ જક્ષી ભરવાડ આ બન્ને શખ્સોએ ફરિયાદીને સેજપુર બોઘા વિસ્તારમાં આવેલી એક સરકારી તળાવની જમીન બતાવી હતી અને તે જમીન વેચી નાખવાના ટોકન પેટે રૂપિયા 15 લાખ લીધા પડાવી લીધા હતા. પરંતુ ફરિયાદીએ જ્યારે જમીનના કાગળિયા મેળવવા માટે થઈને સરકારી ચાવડી તથા અન્ય કચેરીઓમાં તપાસ કરી તો વાસ્તવિકતા સામે આવી કે તેણે ખરીદેલી જમીન તો સરકારી ચોપડે સરકાર હસ્તગતનું તળાવ બોલે છે. બાદમાં પોલીસ ફરિયાદ નોંધાતા આખરે વાસણા પોલીસે એક પછી એક આ બન્ને આરોપીની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચોઃ 75 Years of Independence: આક્રમણકારોને ધૂળ ચટાડનારાં યોદ્ધા કિત્તુર ચેન્નમ્મા કર્ણાટકનાં મહારાણી કિત્તુર ચેન્નમ્મા અને અબ્બક્કા મહાદેવી
આ પણ વાંચોઃ Gold and Silver biscuits ભરેલી બેગ ઝૂંટવી ફરાર, અમદાવાદ પોલીસે શરુ કરી બે લૂંટારુની શોધખોળ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.