અમદાવાદ: શહેરના 4 નવયુવાનોએ લૉકડાઉનનો લાભ લઈને ફેસડેસ્ક બોર્ડ, કિચેઈન, ઓટોમેટિક સેનિટાઈઝર મશીન, ફેસ શિલ્ડ અને કોટન માસ્ક બનાવ્યા છે. કોરોનાકાળમાં લોકોની મદદ થઈ શકે તેવી ભાવના સાથે ચારેય યુવાનોએ ફેસ ડેસ્ક બોર્ડ બનાવ્યું છે, જે ડૉકટરોને ખૂબ ઉપયોગી થઈ શકે તેમ છે. દર્દીને તપાસતી વખતે ડેસ્ક બોર્ડ કાચનું ટેબલ પર લાગેલા હોય તો વાઇરસનો ચેપ લાગવાનો ચાન્સ રહેતો નથી. તેમજ કિચેઈનનો ઉપયોગ લીફ્ટના બટન દબાવવાથી લઇને અનેક ઉપયોગ કરી શકાય છે.
ઓટોમેટિક સેનેટાઈઝર મશીન સેન્સર આધારિત છે, જેની સામે હાથ રાખતા જ સેનેટાઈઝર તેની નક્કી કરેલી માત્રમાં હાથમાં ટપકે છે. જેથી હાથ સરળતાથી સેનેટાઈઝ કરી શકાય છે તેમજ હેન્ડ સનેટાઈઝર(મીની) પણ બનાવ્યું છે, જે પોકેટમાં રાખી શકાય છે અને જ્યારે જરૂર પડે ત્યારે હાથ સેનેટાઈઝ કરી શકાય. આવા મલ્ટીપલ ઉપયોગના સાધનો બનાવીને 4 નવયુવાનોએ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે.
ચારેય યુવાનો IT કંપની ચલાવે છે, પણ તેેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ‘આત્મનિર્ભર ભારત’ના સંદેશનું પાલન કરી અને કોરોના સામે રક્ષણાત્મક સાધનો બનાવીને લોકોની સેવા કરવાની તક ઝડપી લીધી હતી. યુવાનો ધારે તો શું ન કરી શકે. સમયનો સદઉપયોગ કરીને તેેઓએ કોરોનાથી બચવાના સાધનો બનાવીને લોકોની મદદ કરી છે.