મળતી માહીતી અનુસાર સાયબર ક્રાઇમ દ્વારા ઝડપાયેલા આરોપીઓ અમદાવાદમાંથી જ અમેરિકન નાગરિકોને SSA અધિકારી બનીને કોલ કરતા હતા અને ત્યારબાદ ધમકાવી પૈસા પડાવતા હતા.આરોપીઓ એટલા હોશિયાર હતા કે પોલીસથી બચવા ઘરમાં બેસીને કોલ સેન્ટર ચલાવતા હતા અને સમયાંતરે ઘર પણ બદલી નાખતા હતા.
આરોપીઓ આઇ ટયુંન કાર્ડ અને ગિફ્ટ કાર્ડ દ્વારા અમેરિકન નાગરિકો પાસેથી પૈસા પડાવતા હતા.પોલીસે આ તમામ આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી લેપટોપ અને મોબાઈલ ફોન પણ કબ્જે કરવામાં આવ્યા છે.