- ભાજપના 2022ની ચૂટણીના ધ્યાનમાં લઈને પડધમ ચાલુ
- ભાજપની જન આશીર્વાદમાં બહોળા કાર્યકરો ભેગા થાય છે
- નેતાઓને કોરોનાના નિયમો તોડે તો પોલીસ કેમ ચુપ?
અમદાવાદઃ ગુજરાતમાં સત્તા પરિવર્તન બાદ નવી સરકારના પ્રધાનો જન આશીર્વાદ યાત્રા યોજી રહ્યા છે. જેમાં જે-તે વિસ્તારના રહેતા પ્રધાનોની આસપાસના વિસ્તારમાં જન આશીર્વાદ યાત્રા(Jan Ashirwad Yatra) યોજાય છે. આ યાત્રામાં પ્રધાનનું સ્વાગત કરવા તે વિસ્તારના ભાજપના કાઉન્સીલરો અને પ્રમુખો અને કાર્યકરોને સૂચના અપાય છે. જેથી દર 500 મીટરના અંતરે ભાજપના અનેક કાર્યકરો તેમનું સ્વાગત કરવા ઉપસ્થિત રહે છે. આ ઉપરાંત આ યાત્રા સાથે ભાજપના હજારો કાર્યકરો પણ ચાલતા હોય છે.
જગદીશ વિશ્વકર્માની જન આશીર્વાદ યાત્રા
શનિવારના રોજ અમદાવાદના નિકોલના ધારાસભ્ય અને કુટીર, મીઠા અને સહકાર પ્રધાન જગદીશ વિશ્વકર્મા(Jagdish Vishwakarma)ની જન આશીર્વાદ યાત્રા બાપુનગર ચાર રસ્તાથી વિરાટનગર સુધી યોજાઇ હતી. આ યાત્રામાં ભાજપના હજારો કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું. આ યાત્રામાં તેમની સાથે પૂર્વ ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપ વાઘેલા, શહેર ભાજપ અધ્યક્ષ અમિત શાહ વગેરે જોડાયા હતા. 05 કલાકની આ યાત્રા 08 કલાકે પૂર્ણ થઈ હતી.
નેતાઓ જ તોડે છે, કોરોનાના નિયમો
આ યાત્રામાં ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ દેખાતું નહોતું. પ્રધાન અને કાર્યકરોએ માસ્ક પહેર્યા નહોતા. ત્યારે શું પ્રધાન શ્રી નળ ખબર છે કે, તેમના વિસ્તારમાં સો ટકા વેકસીનેશન થયું છે છે કે કેમ ? શું ભારતીય જનતા પાર્ટી માટે મત જ બધું છે ? કે લોકોની પરવા તેમને છે ? બીજી તરફ તેમનો વિસ્તારમાં ગંદકીથી ખદબદે છે. ડેવલપ થતા આ વિસ્તારમાં રોડ તો સાવ ખરાબ છે. આ વિસ્તારમાં ગુન્હાઓ પણ તેટલા જ બને છે. પણ નેતાઓની યાત્રામાં કે ચૂંટણીઓમાં આ મુદ્દા હોતા નથી. પ્રજામાં પણ પ્રશ્ન કરવાની ત્રેવડ કે એકતા નથી.
લોકો ગરબા ગાય તો પણ પોલીસ દરોડા પાડે છે
આમ એક તરફ કોરોનાના કારણે 400થી વધુ વ્યક્તિઓ જો ગરબા રમવા ભેગા થાય, તો તેઓ પર કાયદાકીય પગલાં લેવાય છે. ગેટ ટુ ગેધર જેવા નિર્દોષ નામે પણ જો ગણતરીના લોકો ગરબા ગાય તો પણ પોલીસ દરોડા પાડે છે. પરંતુ જાહેરમાં હજારો ભાજપના કાર્યકરો અને નેતાઓ ભેગા થાય તો પોલીસ તેમને રક્ષણ આપે છે.
આ પણ વાંચોઃ C R Patil in Junagadh: 2022ની ચૂંટણીઓ સમસસર થશે, કામે લાગી જવા અનુરોધ
આ પણ વાંચોઃ રાજકોટ ખાતે જીતુ વાઘાણીએ રાજકોટમાં વિકાસના કામોનું કર્યું લોકાર્પણ