અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંકડો વધીને 14 હજારને પર પહોંચ્યો છે. હાલમાં રાજ્યમાં કોરોનાના 6793 એક્ટિવ કેસ છે. અત્યાર સુધી 6412 લોકોએ કોરોનાને મ્હાત આપતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જ્યારે અત્યાર સુધી 858 લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા છે.
રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 10 હજાર 280 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 697 લોકોના મોત થયા છે. અમદાવાદમાં કોરોના વાઇરસ જીવલેણ બન્યો છે. ત્યારે સોમવારે કોરોનાથી અમદાવાદના રાજપથ ક્લબના પૂર્વ પ્રમુખ એન જી પટેલનું પણ અવસાન થયા છે.
ગુજરાતમાં સૌથી વધુ કોરોના વાઇરસના કેસ અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી મોત પણ સૌથી વધુ અમદાવાદમાં થયા છે. ત્યારે રાજપથ કલબના પૂર્વ પ્રમુખ અને બિલ્ડર એનજી પટેલનું પણ કોરોનાના કારણે મૃત્યુ થયું છે.