લીંબુના વધતા ભાવોથી ત્રાહિમામ પોકારી ગયેલા પ્રજાજનો અને ખાસ કરીને ગૃહિણીઓ લીંબુના વપરાશમાં ખૂબ જ વધારો કરી રહી છે. ગત અઠવાડિયા પહેલા લીંબુનો ભાવ 20 કિલોના 800થી હજાર રૂપિયા હતો. જે વધુ પડતી ગરમીના આગાહીના કારણે સીધો 1,600 થી 1,800 સુધી વધેલો જોવા મળે છે.
અમદાવાદ શહેરના જમાલપુર કાલુપુર અને નરોડા હોલસેલ માર્કેટમાં વેપારીઓને પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, જો આ જ રીતના સતત ભાવ વધતા રહેશે. તો એવા દિવસો દૂર નથી જ્યારે લીંબુ 1 નંગ દીઠ મળતા થઈ જશે.