ETV Bharat / state

જાણો સેવંતી ફૂલોની વિશેષતા, કઈ રીતે તેની કરવામાં આવે છે માવજત આવો જાણીએ - સેવંતી ફૂલની વિશેષતા

અમદાવાદમાં ફ્લાવર શોમાં (Flower show 2023 at Ahmedabad) ઠેર ઠેર જોવા મળતા અને રંગબેરંગી ફૂલોથી લોકોનું ધ્યાન આકર્ષિત કરનારા સેવંતી ફૂલો (Specialties of sevanti flower) લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. લગ્નની સિઝનમાં અને લોકોના ઘરોમાં, ગાર્ડનમાં, શહેરના બાગ અને બગીચામાં જોવા મળતા આ સેવંતી ફૂલોની ખાસ વિશેષતા અને કઈ રીતે તેની માવજત કરવામાં આવે છે તેના વિશે જાણીએ.

જાણો સેવંતી ફૂલોની વિશેષતા, કઈ રીતે તેની કરવામાં આવે છે માવજત

author img

By

Published : Jan 3, 2023, 10:17 AM IST

જાણો સેવંતી ફૂલોની વિશેષતા, કઈ રીતે તેની કરવામાં આવે છે માવજત આવો જાણીએ

અમદાવાદ : સેવંતીને ફૂલોની (Specialties of sevanti flower) રાણી કહેવામાં આવે છે. સેવંતીના ફૂલો લગ્ન પ્રસંગે હાર તોરણમાં વધુ ઉપયોગમાં આવે છે. ફૂલોની માંગ વધુ રહેતા તેનું વેચાણ સહેલાયથી થાય છે. સેવંતીના ફૂલો બટન જેટલા કદથી માંડીને મધ્યમકના કોબીફૂલાવરના દડા જેટલા જોવા મળે છે. તેના ફૂલ પૂજામાં હાર, ગજરા તથા વેણી બનાવવા માટે વપરાય છે. ગુજરાતમાં પણ વલસાડ, વડોદરા, આણંદ તથા ખેડા જિલ્લામાં સેવંતીની ખેતી વેપારી ધોરણે થાય છે. (Flower show 2023 at Ahmedabad)

ફૂલ છોડના એક્સપર્ટ પ્રવીણ ચૌધરીએ Etv Bharat સાથે ખાસ વાત કરતા જણાવ્યું હતું કે, આ ફ્લાવર શોમાં સેવંતીથી ફૂલોનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. ફૂલવાડીથી લઈને જે વિવિધ પ્રકારના બાર્બી ડોલ અને વસુદેવ કુટુંબકમનું ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે તેમાં સૌથી વધારે સેવંતીથી ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યા છે.

સેવંતી ફૂલો કઈ સિજનમાં મળે છે જોવા : આ ફૂલો સામાન્ય રીતે શિયાળામાં વધારે જોવા મળતા હોય છે. વિવિધ રંગબેરંગી અને પાંચથી સાત પ્રકારના કલરોમાં જોવા મળતા સેવંતીથી ફૂલો લગ્નની સિઝનમાં વધારે જોવા મળે છે. સેવંતીથી ફૂલો લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ ફૂલો સામાન્ય રીતે ઘરોમાં અને બગીચામાં જોવા મળે છે. પાણી, સૂર્યનું તાપમાન અને ઠંડક માફક આવતી હોય છે. આ ફૂલોનો ખાસ ઉપયોગ સાજ સજાવટ અને પ્રસંગોમાં વધારે થાય છે. લાલ, પીળો, પર્પલ, ગુલાબી, કેસરી વિવિધ પ્રકારના કલરોમાં આ ફૂલો જોવા મળે છે. આ ફૂલો વધારે પડતા થાઈલેન્ડમાં પણ જોવા મળે છે અને ત્યાંથી લાવીને ભારતમાં વિકસાવવામાં આવે છે.

સેવંતીની ખેતી ફાયદાકારક છે : દરેક રાજ્યોમાં વિશેષ કરીને મહારાષ્ટ્રમાં દશેરા, દિવાળી, ક્રિસમસ અને લગ્નમાં સેવંતીના ફૂલોની ભારે માગ રહે છે. જેથી યોગ્ય સમયને ધ્યાનમાં રાખીને સેવંતીની ખેતી ફાયદાકારક છે. પાક માટે યોગ્ય જમીન પસંદ કરવાનું હંમેશાં ફાયદાકારક સાબિત થાય છે. સેવંતીના પાકને મધ્યમ કાળી અને ફળદ્રુપ સારી નિતારવાળી જમીન વધુ અનુકૂળ આવે છે. જમીનનો પી.એચ 6.5 થી 7 હોય તે વધુ યોગ્ય રહે છે. મધ્યમ થી હલ્કી, સારી રીતે સૂકી માટી જેમાં ભરપૂર કાર્બન હોય તે ખેતી માટે અનુકૂળ છે. સેવંતી એ ટૂંકા ગાળાનો પાક છે. સેવંતીને વૃધ્ધિ માટે પૂરતા પ્રમાણમાં પ્રકાશ અને મધ્યમ ઉષ્ણતાપમાન જરૂરી છે. શરૂઆતમાં વૃદ્ધિ સમયે વધુ સૂર્ય પ્રકાશ અને લાંબો દિવસ હોવો જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.