અમદાવાદ: શહેરમાં રવિવાર સાંજના સાત વાગ્યાથી બારે મેઘ (Monsoon Gujarat 2022 )ખાંગા થયા હતા અને અનેક વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે આખી રાત અમદાવાદ શહેરમાં વરસાદે (ahmedabad rain)તોફાની બેટિંગ કરી હતી. અમદાવાદના પૂર્વ વિસ્તારની વાત કરવામાં આવે તો( Flood in Gomtipur)પૂર્વ વિસ્તારમાં અનેક જગ્યાએ કેડ સમા પાણી ભરાયા હતા જેથી લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો. મહત્વની વાત કરવામાં આવે તો ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં બહાર પણ ભારે પાણી ભરાયું હતું.
આ પણ વાંચોઃ વરસાદી પાણીમાં બોટ તણાઈને આવતા લોકોમાં આશ્ચર્ય
એમ્બ્યુલન્સ ફસાઈ ટ્રાફિકમાં - શહેરના પૂર્વ વિસ્તારમાં વહેલી સવારે( Gujarat Rain News)પાણીના કારણે અનેક વાહનો ફસાયા હતા ત્યારે પટેલ મિલ્ક બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિક જામ અને પાણી ભરવાના કારણે એક એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ હતી. ગોમતીપુર પોલીસ સ્ટેશનના સ્ટાફની વાત કરવામાં આવે તો ગોમતીપુર પોલીસે દ્વારા( monsoon 2022 in ahmedabad)પણ ટ્રાફિક હલ કરવા તથા અલગ અલગ જગ્યા ઉપર પોલીસના માણસો તૈનાત કરીને લોકોને મુશ્કેલીમાં ના મુકાય તે બાબતની વ્યવસ્થા કરવામાં આવી હતી. વહેલી સવારે ગોમતીપુર પોલીસના સ્ટાફ દ્વારા ભારે પાણીના કારણે લોકોને પરત મોકલવામાં પણ આવતા હતા.
આ પણ વાંચોઃ Rain in Surat : ગોડધા ડેમ ઓવરફ્લૉ થતાં નયનરમ્ય દ્રશ્ય
AMC 4 કલાક પછી જાગ્યું - પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરેલા જોવા મળ્યા હતા. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગટર વ્યવસ્થા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ 11 વાગ્યાની આસપાસ ગોમતીપુર વિસ્તારમાં આવી હતી અને ગોમતીપુર વિસ્તારમાં ભારે પાણીનો નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે હવે આ ફોર્મ ભરાયેલું પાણી કેટલા સમય બાદ ઓશ રહેશે તે જોવું રહ્યું.