અમદાવાદ: નવરાત્રિના પહેલા જ નોરતાના દિવસે (Gujarat first day of navratri) વરસાદ પડ્યો હતો. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હાટકેશ્વર, ખોખરા, મણિનગર, અમરાઇવાડી, જશોદાનગર, CTM, વટવા, ઘોડાસર, ઇસનપુર, વસ્ત્રાલ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. હવામાનમાં અચાનક પલટો (rain become villain in navratri) આવતા ગરબાના આયોજકો પણ ચિંતામાં મુકાઇ ગયા છે.
વડોદરામાં પણ વરસાદી ઝાપટા: તો બીજી તરફ રાજ્યના વડોદરામાં પણ બે વર્ષ પછી ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે. વડોદરામાં પશ્ચિમ વિસ્તારમાં સમા, સુભાનપુરા, ઓ.પી.રોડ, અલકાપુરી, રેસકોર્સ, ઇલોરા પાર્ક, અક્ષર ચોકમાં વરસાદ વરસ્યો હતો, જ્યારે જામ્બુવા, મકરપુરા, માંજલપુર સહિતના વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. કારેલીબાગ, ખોડિયારનગર, આજવા રોડ પણ વરસાદ પડતા અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા હતા.
ખેલૈયા ચિંતામાં: રાજ્યમાં વરસાદી માહોલ સર્જાતા નવરાત્રીમાં થનગનાટ કરતા ખેલૈયાઓમાં નારાજગી (khelaiya in worry for garba) જોવા મળી રહી છે, હાલ તમામ આયોજકો અને ખેલૈયાઓ માતાજી સમક્ષ વરસાદ ન આવે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. જો કે, રાજ્યમાં આગામી બે ત્રણ દિવસ વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.