- બાપુનગરમાં ભીષણ આગ
- શ્યામ શિખર કોમ્પલેક્ષ મા 15 દુકાનમાં લાગી આગ
- મોબાઈલ, જ્વેલરી સહિત અનેક દુકાનો આગમાં બળીને ખાખ
અમદાવાદ: શહેરના બાપુનગર વિસ્તારમાં વહેલી સવારે આગનો બનાવ બન્યો હતો. જેના કારણે શ્યામ શિખર કોમ્પલેક્ષમા આવેલી 15થી વધુ દુકાનોમાં આગ ફેલાઈ હતી અને ભીષણ આગના કારણે અનેક દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. જોકે આગ લાગવાનું કારણ હજુ બંધ છે અને હાલ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે.
એક બાદ એક 15 થી વધુ દુકાનો આગની ઝપેટમાં
શહેરના બાપુનગરમાં આવેલા શ્યામ શિખર કોમ્પલેક્ષમાં વહેલી સવારે એક દુકાનમાં આગ લાગી હતી. એક દુકાનથી આગ અન્ય દુકાનમાં ફેલાઈ હતી એમ એક બાદ એક કુલ 15 જેટલી દુકાનોમાં આગ ફેલાઈ હતી. આગ પ્રસરતા 15 દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. આગમાં વધારે મોબાઈલની તથા અન્ય સોના ચાંદી અને નાની મોટી દુકાનો બળી ગઈ છે.
આગ લાગતાં કરોડોનું નુકસાન પરંતુ જાનહાનિ ટળી
શ્યામ શિખર કોમ્પલેક્ષમાં લાગેલી આગના કારણે 15 થી વધુ દુકાનો બળી ગઈ છે. જેમાંં દુકાનની અંદર રહેલો માલ સામાન અને રોકડ રકમ પણ બળીને ખાખ થઈ ગઈ છે. આ ઉપરાંત આ કોમ્પલેક્ષની દુકાનોમાં દિવસ દરમિયાન લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. દિવસે આગ લાગી હોત તો કેટલાય લોકો ફસાયા હોત અને કેટલાક લોકોના જીવ જવાની સંભાવના હતા, પરંતુ હાલ આગને કારણે કોઈ જાનહાનિ થઈ નથી.
આગનું કારણ અકબંધ, FSL કરશે તપાસ
દુકાનોમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. આટલી મોટી ભીષણ આગ ફેલાઈ અને દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે તે મામલે હજુ આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી. આ અંગે જરૂર પાસે તો FSL ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચશે અને આગ લાગવાનું કારણ તે બાદ જ સામે આવશે. હાલ આગ પર સંપૂર્ણ કાબુ પણ મેળવી લેવાયો છે.
ફાયર સેફ્ટી અંગે પણ ઉઠતા સવાલ?
આગ લાગતાં જ ફાયર વિભાગના ચીફ ઓફિસર શૈફ 5 ફાયારની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી, ત્યારે આ કોમ્પલેક્ષમાં મોટી દુર્ઘટના થતાં ટળી છે, પરંતુ કોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટી સાધનો હતા કે નહીં અને જો ચાલુ હાલતમાં હતા તે તમામ બાબતો પર પણ ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે.