અમદાવાદઃ મોટેરા સ્ટેડિયમ ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા 700 કરોડના ખર્ચે ઉભું કરવામાં આવ્યું છે. અગાઉ મેલબોર્ન સૌથી મોટું સ્ટેડિયમ હતું, ત્યારે હવે 1.10 લાખ દર્શકોની કેપેસિટી ધરાવતા મોટેરા સ્ટેડિયમ તૈયાર થયા બાદ મોટેરા સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટુ સ્ટેડિયમ બનશે. આ સ્ટેડિયમ 63 એકર વિસ્તારમાં ફેલાયેલું છે.
સ્ટેડિયમમાં વિશેષતા એ છે કે, આ સ્ટેડિયમમાં 4 ડ્રેસિંગ રૂમ, 55 રૂમ, એક ક્લબ હાઉસ, 76 કોર્પોરેટ બોક્ષ અને એક ઓલિમ્પિક સાઈઝનું વિશાળ સ્વિમિંગ પુલ છે. સ્ટેડિયમમાં પાર્કિંગ પણ વિશાળ બનાવવામાં આવ્યું છે. જેમાં 3000 ફોર વહીલર, 10,000 ટુ-વહીલર પાર્ક કરી શકાશે.
સ્ટેડિયમાં દરેક ખૂણેથી મેચ દેખી શકાશે. આધુનિક સિસ્ટમ અને LEDનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ગ્રાઉન્ડમાં પ્રવેશ કરવા માટે અલગ-અલગ ગેટ બનાવવામાં આવ્યા છે. VIP લોન્જ પણ બનાવવામાં આવી છે.
આ ઉપરાંત સ્ટેડીયમમાં કુલ 11 પીચ બનાવવામાં આવી છે. જે કડી અને લાલ માટીથી બનાવવામાં આવી છે. મોટેરા સ્ટેડીયમમાં હવે માત્ર ક્રિકેટ જ નહિ પરંતુ ફૂટ બોલ, વોલીબોલ, હોકી, ખોખો, કબ્બડી, બાસ્કેટ બોલ, ટેબલ ટેનીસ જેવી મેચ પણ રમાશે. મોટેરા સ્ટેડીયમમાં મુખ્ય મેદાન ઉપરાંત પ્રેક્ટીસ માટે અન્ય 2 ગ્રાઉન્ડ પણ છે અને એક મળતી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પણ બનાવવામાં આવ્યું છે. જેમાં ફીજીયોથેરાપી અને હાઈડ્રોથેરાપી સીસ્ટમ પણ છે. આમ સ્ટેડીયમ તમામ સુવિધાઓથી સજ્જ છે.