અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ક્ષેત્રના લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકરની ફિલ્મ ‘ગોળ કેરી’ રિલીઝ થવાની આરે છે. ત્યારે તેનું પ્રિમિયર યોજાયું હતું. જેને ખૂબ પ્રશંસા મેળવી હતી.
‘ગોળ કેરી’એ મીઠા અને તીખા સ્વાદથી ભરપૂર ફિલ્મ છે. આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, માનસી પારેખ, વંદના પારેખ પાઠક અને સચિન ખેડેકર સહિતના કલાકારો છે. આ ફિલ્મમાં સાહિલની ભૂમિકામાં મલ્હાર ઠાકર અને હર્ષિતા તરીકે માનસી પારેખ વચ્ચે રચાતો પ્રેમસંબંધ એક નાજુક વળાંકો પર તૂટી જાય છે. ત્યારે સાહિલના માતા-પિતાની ભૂમિકામાં વંદના પાઠક અને સચિન ખેડેકર તેમની અંતરંગ જિંદગીમાં પ્રવેશ કરે છે. આ ગુજરાતી ફિલ્મ તાજેતરના સમયને નિરૂપે છે આજના જનરેશનની મુશ્કેલીઓ તેમના વિચાર અને વલણને પ્રસ્તુત કરે છે.
ફિલ્મનું સંગીત પણ આજના જમાનાનો અનુરૂપ બનાવવામાં આવ્યું છે. દિગ્દર્શક વીરલ શાહ સાથે વાર્તા નિરૂપે છે. તેઓ કહે છે કે, "આ મુવી પ્રેક્ષકોને ફિલગૂડ અનુભવ કરાવશે. હું ભાગ્યશાળી છું કે મને આવતી જતી કલાકારો સાથે કામ કરવાની તક મળી રસપ્રદ વાત એ છે કે, તેમાંથી ત્રણ કલાકારો પહેલીવાર ગુજરાતી ફિલ્મમાં ડેબ્યુ કરી રહ્યા છે."