ETV Bharat / state

કોરોનાના ડરે અમદાવાદીઓ મૃતકના અંતિમ સંસ્કાર કરવા ગાંધીનગર તરફ વળ્યાં - એએમસી

કોરોના વાયરસથી અમદાવાદમાં ટપોટપ મોત થઈ રહ્યાં છે. પરિણામે અમદાવાદની હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે નાગરિકો ફફડી રહ્યાં છે. આ વાયરસ અમદાવાદીઓને એટલા હલાવી નાખ્યાં છે કે, સંક્રમિત વ્યક્તિ મૃત્યુ પામે તો તેના અગ્નિસંસ્કાર હવે અમદાવાદના અંતિમ ધામમાં નહીં, પરંતુ ગાંધીનગરના મુક્તિધામમાં કરવા માટે દોટ મૂકી રહ્યાં છે. ગાંધીનગર શહેરમાં સાબરમતી નદીના કિનારે આવેલા મુક્તિધામમાં છેલ્લા એક મહિનામાં અમદાવાદથી આવેલા આશરે 10 જેટલા મૃતકોના અગ્નિ સંસ્કાર કરાયાં છે.

કોરોનાના ડરે અમદાવાદીઓ મૃતકના અંતિમ સંસ્કાર કરવા ગાંધીનગર તરફ વળ્યાં

author img

By

Published : Jun 9, 2020, 6:40 PM IST

ગાંધીનગરઃ સમગ્ર રાજ્યમાં અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કારણે સ્થિતિ બેકાબૂ બની છે. રાજ્યમાં સરેરાશ રોજ 30 લોકો મૃત્યુ પામે છે. જેમાંથી 25 મોત માત્ર અમદાવાદ શહેરમાં થાય છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં યોગ્ય સારવારને અભાવે અનેક લોકો મોતને ભેટ્યાં છે, તેવો પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યાં છે. તેની સાથે જ સુવિધાના નામે મીંડુ જોવા મળે છે. ત્યારે અમદાવાદના નાગરિકો સારવાર માટે પણ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પસંદ કરી રહ્યાં છે. હાલમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ગાંધીનગર જિલ્લાના દર્દીઓની સાથે અમદાવાદના અનેક દર્દીઓ સારવાર મેળવી રહ્યાં છે, તેનું એકમાત્ર કારણ ગાંધીનગર શહેરની સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવતી સુવિધા છે.

કોરોનાના ડરે અમદાવાદીઓ મૃતકના અંતિમ સંસ્કાર કરવા ગાંધીનગર તરફ વળ્યાં
હોસ્પિટલની બેદરકારીનો ડર અમદાવાદીઓને સ્મશાનમાં પણ જતાં રોકી રહ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકા સંચાલિત મુક્તિધામમાં છેલ્લાં એક મહિનામાં અમદાવાદમાંથી અંતિમ સંસ્કાર આવ્યાં હોય તેવા દસ લોકોનો સમાવેશ થાય છે. આ તમામ મૃતકો કોરોના પોઝિટિવ હતાં. જેમના અગ્નિસંસ્કાર ગાંધીનગરના મુક્તિધામમાં આવેલી સીએનજી ભઠ્ઠીમાં કરવામાં આવ્યાં હતાં. આ બાબતે ગાંધીનગર મુક્તિધામના સંચાલક જીલુભા ધાંધલે કહ્યું કે, અમદાવાદના નરોડા વિસ્તારના કોરોના પોઝિટિવ મૃતકોના અગ્નિસંસ્કાર ગાંધીનગર મુક્તિધામમાં કરવામાં આવ્યાં છે. જેનું એક કારણ એ પણ છે કે, અમદાવાદની અંદર સ્મશાન અને તાળું મારવામાં આવ્યાં છે, તેવા સમાચાર મળ્યાં છે. ત્યાં કામગીરી કરતાં કર્મચારીઓને સુરક્ષા પુરી પાડવામાં આવતી નથી, પરિણામે કર્મચારીઓ સ્મશાનને તાળા મારી રહ્યાં છે.

બીજી તરફ અમદાવાદમાં રોજના અનેક લોકો મોતને ભેટે છે. ત્યારે ત્યાં અંતિમ સંસ્કાર કરવા જાય અને કોરોના પોઝિટિવ થઈને આવે તેવો પણ ડર અમદાવાદીઓમાં જોવા મળી રહ્યો છે. પરિણામે ગાંધીનગરના મુક્તિધામમાં અંતિમ સંસ્કાર કરવા અમદાવાદથી લોકો આવી રહ્યાં છે.ગાંધીનગરથી દિલીપ પ્રજાપતિનો અહેવાલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.