વાયફ્લોના અધ્યક્ષ સ્વાતિ ગરોડિયા અને ફ્લો અધ્યક્ષ બાબિતા જૈન દ્વારા આ ઇવેન્ટની રજૂઆત કરવામાં આવી હતી. મસાબા ગુપ્તા એક અગ્રણી ફેશન ડિઝાઇનર છે. અને તેઓ ફલો અને વાયફલોના સભ્યો સાથેની તેમની ડિઝાઇન વિશેની વાતચીત માટે અમદાવાદની મુલાકાત લીધી હતી. તેમની ડિઝાઇનમાં આધુનિક સંદર્ભને જીવંત રાખતા પરંપરાગત ભારતીય સંવેદનશીલતા અને સૌંદર્ય શાસ્ત્ર સાથે સંકલન કરવાની ક્ષમતા ધરાવે છે. તેમજ આ ડિઝાઇનની પ્રિન્ટ્સ તેની USP છે.
મસાબા ગુપ્તાએ પોતાના બાળપણ વિશે વાત કરતા કહ્યું કે, તેણીને તેની માતા નીના ગુપ્તા દ્વારા ઉછેરવામાં આવી હતી. અને ફેશન ડિઝાઇનિંગના વિકલ્પને કારકીર્દિ તરીકે લેવાની પાછળ પ્રેરણા આપનાર પણ તેની માતા જ હતા. મસાબાના ડિઝાઇન વિશે વાત કરતા તેણે વાત કરી હતી કે, તેણે ડિઝાઇન કરેલી પ્રથમ ડિઝાઈનર સાડીને 10 હજાર માટે વેચવામાં આવી હતી. જે તેના મમ્મીના શ્રેષ્ઠ મિત્ર દ્વારા ખરીદવામાં આવી હતી. મસાબાએ જણાવ્યું હતું કે, બાળપણ દરમિયાન જ્યારે મારી માતા મુંબઈ આવી ગઈ ત્યારે થોડો કપરો સમય હતો, પરંતુ મારી મમ્મી પણ ફાઇટર હતી.
મસાબા ગુપ્તાએ ફેશન વિશે વાત કરતા કહ્યું કે, સામાન્ય ફેશન વધુ કામ કરશે નહીં. સ્ત્રી અને પુરૂષ બંનેના ડ્રેસની ડિઝાઇનમાં તેઓના બોડી શેપ અનુસાર યુનિક કટ હોય છે. મસાબાની યુનિક ડિઝાઇન તેની USP છે. આવનારા સમયમાં મસાબા સ્ટોર અમદાવાદમાં પણ ચાલુ થશે.