અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યસભામાં કૃષિ બીલ પસાર કરવામાં આવ્યું છે, ત્યારે આ કૃષિ બિલને લઈ ખેડૂત સંગઠનનો તેમજ વિરોધ પક્ષ દ્વારા વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત માંડલ તાલુકાના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કેટલાક દુકાનદારોએ અને ખેડૂતોએ સ્વયંભૂ બંધ પાળી વિરોધ દર્શાવ્યો હતો.
![agriculture bill](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-27-apmcclose-photo-story-gj10036_25092020184402_2509f_1601039642_358.jpg)
જિલ્લામાં ઠેર ઠેર કૃષિ બિલનો વિરોધ થઇ રહ્યો છે, કેટલીક જગ્યાએ આવેદનપત્ર અપાયા તો કેટલીક જગ્યાએ ઉપવાસ આંદોલન દ્વારા કૃષિ બિલનો વિરોધ થયો હતો. માંડલ તાલુકાને અતિવૃષ્ટિ સહાયમાં સામેલ ન કરતા માંડલ APMC માર્કેટયાર્ડમાં વ્યાપારીઓએ પોતાની દુકાન બંધ કરી કૃષિ બિલનો વિરોધ દર્શાવ્યો હતો.