ETV Bharat / state

Animal Husbandry : હેમલ જહાંઆરાએ દૂધ વેચી વર્ષે 7 લાખની કમાણી કરી, ફેશન ડિઝાઇનરનો વ્યવસાય ત્યાગી ગૌસેવામાં લાગ્યાં - દૂધનું વેચાણ

પૈસો અને પ્રસિદ્ધિ બંને હોય ત્યારે એ બધું છોડીને ગૌસેવા અપનાવનાર વ્યક્તિ વિશેષ બની ગયાં છે હેમલ જહાંઆરા. હા આ એજ જાણીતા ફેશન ડિઝાઇનર હેમલ જહાંઆરાની જ વાત છે જેમણે ધમધમતો ફેશન ડિઝાઇનિંગ વ્યવસાય છોડીને પશુપાલન અપનાવ્યું છે અને તેમાં સારી કમાણી પણ કરી છે.

Animal Husbandry : હેમલ જહાંઆરાએ દૂધ વેચી વર્ષે 7 લાખની કમાણી કરી, ફેશન ડિઝાઇનરનો વ્યવસાય ત્યાગી ગૌસેવામાં લાગ્યાં

author img

By

Published : Apr 29, 2023, 6:36 PM IST

અમદાવાદ : ઘણા લોકોને એવા વિચાર આવતા હોય છે કે તેમને ખુદને પણ ખબર ન હોય કે આ વિચાર તેમને ક્યાં સુધી લઇ જશે. ભણ્યા કંઇ અલગ હોય અને કામ કંઇક અલગ કર્યું હોય. આજે આપણે જેની વાત કરવા જઇ રહ્યા છીએ એવા અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના હેમલ હેમલ જહાંઆરા શાહની કહાની પણ કંઇક આવી જ છે.

દૂધ વેચી 7 લાખની કમાણી : હેમલ જહાંઆરાએ ફાર્માસિસ્ટનો અભ્યાસ કર્યો છે. તેમણે ગુજરાતના જાણીતા ફેશન ડિઝાઇનર તરીકે ફેશન ડિઝાઈનિંગ ક્ષેત્રમાં અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ત્યારે પશુપાલન તરફ કેવી રીતે રુખ કર્યો તે જાણવું રસપ્રદ છે. હેમલભાઇને બાળપણથી જ પશુપાલન વ્યવસાય પ્રત્યે લાગણી અને પ્રેમ હતો એટલે પોતાનો ફેશન ડિઝાઇનિંગનો વ્યવસાય છોડી પશુપાલન ક્ષેત્રમાં આવવાનું નક્કી કર્યું. પશુપાલન વ્યવસાય પ્રત્યે લાગણી અને પ્રેમને કારણે જ તેઓને વર્ષ 2022-2023માં પ્રાકૃતિક પદ્ધતિથી પશુપાલન કરનાર અમદાવાદ જિલ્લાના શ્રેષ્ઠ પશુપાલક તરીકે નવાજવામાં આવ્યા હતા. આજે હેમલ જહાંઆરા પાસે 43 ગીર ઓલાદની દૂધ આપતી ગાયો તેમજ 8 ગાયો ગાભણ થકી વાર્ષિક 7 લાખથી વધુની રકમ માત્ર દૂધ વેચીને કમાઇ રહ્યા છે.

આ પણ વાંચો Camel Milk Plant: ઊંટડીનું દૂધ પીવાથી થતા ફાયદા વિશે જાણો

બાળપણથી જ રસ હતો : આ અંગે વાત કરતા હેમલ જહાંઆરા શાહે કહ્યું કે, અમે છેલ્લાં 30 વર્ષોથી ફેશન ડિઝાઈનિંગનું કામ કરતા આવ્યા છીએ. આ ક્ષેત્રમાં એવોર્ડ અને પુરસ્કારો મેળવ્યાં છે. પણ મને ફેશન ડિઝાઇનિંગના ક્ષેત્રની સાથે પશુપાલનમાં પણ એટલો જ રસ હતો. મને વર્ષ 2018-19માં એક વિચાર આવ્યો કે મારે ફેશન ડિઝાઇનિંગનું ક્ષેત્ર છોડીને હવે પશુપાલન ક્ષેત્રમાં જ આગળ વધવું છે. ત્યારે વ્યવસાય મારી ધર્મપત્નીને સોંપીને પશુપાલન ક્ષેત્ર તરફ આગળ વધ્યો હતો. આખરે 50 વર્ષની ઉંમર પછી જીવદયા સેવાનું કાર્ય કરવા માટે ગુજરાતના ગૌરવ સમી ગીરનું, ગૌ સંરક્ષણ અને સંવર્ધન કરવાનું નક્કી કર્યું હતું.

સારી કમાણી પણ કરી
સારી કમાણી પણ કરી

સરકારી યોજનાનો લાભ લીધો : હેમલ જહાંઆરાએ 2018-19માં 'આઈ ખેડૂત પોર્ટલ પર પશુપાલન ખાતાની સહાયકારી યોજના તેમજ સ્વરોજગારી હેતુ ૧૨ દૂધાળા પશુઓની સ્થાપનાની અરજી કરી હતી. જેમાં સહાયકારી યોજનાનો લાભ મેળવી શુદ્ધ ઓલાદની 12 ગીર ગાયોના ફાર્મથી પશુપાલન વ્યવસાયની શરૂઆત કરી હતી. પ્રકૃતિ પ્રત્યે બાળપણથી જ પ્રેમ હોવાથી પશુપાલન વ્યવસાય પ્રાકૃતિક રીતે કરવાનો નિશ્ચય કરી પશુઓના ખોરાક માટે છાણીયા ખાતર, ગૌમૂત્ર અર્ક, વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ કરી તેના દ્વારા ઉત્પન્ન થતા ઘાસચારા અને ખાણ દાણનો ઉપયોગ ચાલુ કર્યો હતો. આ કારણે પશુ આરોગ્યમાં વધારો થતાં તેના ઉત્પાદનમાં વધારો થયો.

આ પણ વાંચો નિરક્ષર છતાં પશુપાલન થકી કરોડોની આવક કરતા આત્મનિર્ભર નવલબેન

દૂધના વેચાણથી 60,000ની આવક : મહિને હેમલ જહાંઆરાની પાસે હવે 43 ગીર ઓલાદની દૂધ દેતી ગાયો છે અને ગાય ગાભણી પણ છે.તેઓ દર મહિને અંદાજે આશરે 60,000 જેટલી રકમનું દૂધનું વેચાણ કરે છે. આમ વાર્ષિક 7 લાખથી વધુની કમાણી દૂધના વેચાણમાં તેમને થકી મળી રહી છે. આ ઉપરાંત ઘી, ચીઝ, માખણ વગેરે80 જેટલી પશુ આધારીત પેદાશો પ્રાકૃતિક રીતે ઉત્પન્ન કરી વેચાણ કરે છે તેનો નફો પણ ખરો. ઉપરાંચ સમાજને ઉચ્ચ ગુણવત્તાઉક્ત પ્રાકૃતિક રીતથી ઉત્પાદિત દૂધ અને વિવિધ પશુ પેદાશો મળે છે જેમાં માનવ આરોગ્યમાં વધારો થાય છે.

પ્રાકૃતિક રીતે પશુપાલન વ્યવસાયની અપીલ : પ્રાકૃતિક પશુપાલન વ્યવસાય એ સમાજ સેવા માટેની મોટી તક સમાન ગણાવી હેમલ જહાંઆરા આવી કામગીરી કરવા બદલ ગૌરવની લાગણી પણ અનુભવે છે. તેમણે અપીલ કરી હતી કે પ્રાકૃતિક રીતે પશુપાલન વ્યવસાય આવકમાં વધારો તેમજ માનવ આરોગ્ય માટે ફાયદાકારક હોઇ સૌ પશુપાલકોને શુદ્ધ ઓલાદની ગાયો અને ભેંસો દ્વારા પ્રાકૃતિક રીતે પશુપાલન વ્યવસાય કરવા અપીલ કરૂં છું. સાથે તેમના કાર્યમાં સરકાર તરફથી મળેલા સહયોગનો આભાર પણ માન્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.