- 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટની થશે જાહેરાત
- જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીની કેન્દ્ર સરકાર પાસે વિશેષ માંગણી
- કસ્ટમ ડ્યુટી ઘટાડવાથી ઇન્ડસ્ટ્રીને થશે મદદ
અમદાવાદઃ કોરોના મહામારી વચ્ચે સૌ કોઈ વર્ષ 2021-22 ના બજેટની રાહ જોઈ રહ્યા છે. મોદી સરકાર આવનારા બજેટમાં શું નવી જાહેરાતો કરશે તે પાછળ દરેક વ્યક્તિ મીટ માંડીને બેઠા છે, ત્યારે ગોલ્ડ એન્ડ જેમ્સ સેક્ટર સાથે જોડાયેલા લોકો આવનારા બજેટથી કેવી આશાઓ અને અપેક્ષાઓ રાખી રહ્યા છે આવો જાણીયે
હાલ દેશના gdp માં જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડટ્રીનો ફાળો
હાલ દેશહાલ દેશના gdp માં જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડટ્રીનો ફાળો ના gdp માં જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડટ્રીનો ફાળો 7.5 ટકા છે. જ્યારે કુલ નિકાસમાં 14 ટકા ભાગીદારી છે. તેમજ દેશના 60 લાખથી વધુ લોકોને રોજગારી આપી રહી છે, ત્યારે સોના પર લાગવામાં આવતી ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવે તેવી ઓલ ઇન્ડિયા જેમ્સ અને જવેલરી એશોસિયેશનના પ્રમુખ શાંતિભાઈ પટેલે કસ્ટમ ડ્યુટીમાં ઘટાડાની સાથો સાથ પાનકાર્ડની જે લિમિટ નક્કી કરાઈ છે. તેમાં 5 લાખ સુધીનો વધારો કરવામાં આવે આપણા દેશના નિકાસમાં વધારો થાય તે માટે ઇમિટેશન સેક્ટરના MSME સેક્ટરને વધુ સુવિધા મળે તેવી માંગણી કરાઇ છે.
અમદાવાદ જ્વેલરી એસોસિયેશનના પ્રમુખની માંગ
અમદાવાદ જ્વેલરી એસોસિયેશનના પ્રમુખ જીગરભાઈ સોનીએ સરકાર પાસેથી માંગણી કરી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં આયાત અને નિર્યાત માટે કસ્ટમ ડ્યુટી કે, જે હાલ 12.5 ટકા છે. તેમાં ઘટાડો કરવો ખુબ જ જરૂરી છે અને જે કાયદાઓની અમલવારી હાલ ચાલી રહી છે તેમાં પણ ઘણા સુધારા કરવાની જરૂર છે.