અમદાવાદ: કોરોના વાઇરસના કેસો અમદાવાદમાં વધી રહ્યાં છે, ત્યારે સિવિલ હોસ્પિટલની મોટી બેદરકારી સામે આવી છે. ગાંધીરોડ પર ફુવારા પાસે આવેલી વાલંદાની હવેલીમાં રહેતા 25 લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યાં છે.
બપોરના 3 કલાકથી હોસ્પિટલની બહાર બેસી રહ્યા છે. જેમનો એક વીડિયો સામે આવ્યો છે. સોનુ નાગર નામની યુવતીએ બનાવેલા વીડિયોમાં કહ્યું છે કે, બે દિવસ પહેલા અમારો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં 25 લોકો પોઝિટિવ આવ્યાં છે. બપોરે 3 કલાકથી અમદાવાદ સિવિલની બહાર ઉભા છીએ. કોઈપણ પ્રકારની સારવાર કે પ્રત્યુતર અમને નથી આપવામાં આવી રહ્યો. પોઝિટિવ કેસોમાં વૃદ્ધ અને ડાયાબિટીસના દર્દીઓ પણ છે. વોર્ડમાં જગ્યા નથી તેમ કહી અહીંયા બેસાડ્યા છે.
માત્ર એક જ વ્યક્તિ અહીંયા જવાબ આપવાવાળો છે અને તે પણ દાદાગીરી કરે છે. તમામ દર્દીઓને જલ્દીથી જલ્દી સારી સુવિધાઓ મળે તેવી માગ કરીએ છીએ. ETV ભારત સાથે થયેલી ખાસ વાતચીતમાં સોનુ નાગરે જણાવ્યું કે, અમે અહીંયા ખાલી ખાવા માટેની કિટ આપી છે, પરંતુ હજી પણ રાતના નવ કલાક થઇ હોવા છતાં અમે લોકો નીચે બેસી રહ્યાં છે અને રજિસ્ટ્રેશન પણ ફક્ત એક જ વ્યક્તિ કરે છે જે ખૂબ જ વાત કરે છે.
તેમણે વધુમાં કહ્યું કે, હવે સરકારે એમ કહેતી હોય કે, અહીંયા 1200 બેડની સુવિધા છે તો અમને કેમ કોઈ પ્રકારની ટ્રીટમેન્ટ હજી મળી રહી નથી. આટલા કલાક વીતી ગયા હોવા છતાં કોઇ અમને પૂછવા આવ્યું નથી અને અમે લોકો અહીંયા નીચે બેસી રહ્યા છે ના હજી સુધી કોઈએ પાણી પીધું છે અને ના ખાવાનું સરખી રીતે ખાધુ છે. બધાને પોઝિટિવ ટેસ્ટ આવ્યો હોવાથી બધા એટલા ટેન્શનમાં છે કે, તેમની ટ્રીટમેન્ટ જલ્દીથી જલ્દી શરુ થઇ જાય, પરંતુ હજી સુધી તંત્ર દ્વારા કોઇ જ પ્રકારની કાર્યવાહી આના પર કરવામાં આવી નથી.