ETV Bharat / state

દર મંગળવારે કોઈપણ પોલીસ સ્ટેશનમાં કમિશનરની ટી મીટીંગ, અંદર બહારનો મેળવશે તાગ - વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કમિશનર ટી મિટિંગ

હવેથી દર મંગળવારે શહેરના કોઈપણ એક પોલીસ સ્ટેશનમાં કમિશનરની (Tea Meeting in Ahmedabad Police) ઉપસ્થિતિમાં ટી મીટીંગ યોજાશે. જેમાં કમિશનર અને ઉચ્ચ અધિકારી જે તે પોલીસ સ્ટેશનમાં વિઝીટ ગોઠવશે અને આ દરમિયાન પોલીસ કમિશનર કામગીરીનો તાગ મેળવવામાં આવશે. (Ahmedabad Police Commissioner Meeting)

દર મંગળવારે કોઈપણ પોલીસ સ્ટેશનમાં કમિશનરની ટી મીટીંગ, અંદર બહારનો મેળવશે તાગ

author img

By

Published : Jan 3, 2023, 10:37 PM IST

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કમિશનરે યોજી ટી મિટિંગ

અમદાવાદ : શહેર પોલીસ કમિશનર દ્વારા એક નવતર અભિગમ હાથ ધરવામાં (Tea Meeting in Ahmedabad Police) આવ્યો છે. જેમાં અઠવાડિયાના દર મંગળવારે શહેરના કોઈપણ એક પોલીસ સ્ટેશનમાં ટી મીટીંગ યોજવામાં આવશે. આ ટી મિટિંગમાં શહેર પોલીસ કમિશનર તેમજ ઉચ્ચ અધિકારી જે તે પોલીસ સ્ટેશનમાં વિઝીટ ગોઠવશે અને આ દરમિયાન પોલીસ કમિશનર દ્વારા પોલીસ સ્ટેશનની અંદર ચાલતી કામગીરીનો તાગ મેળવવામાં આવશે. આ ઉપરાંત પોલીસ કર્મચારીઓને પડતી નાની-મોટી તકલીફોનું નિરાકરણ કેવી રીતે લાવવું એનું આયોજન કરવામાં આવશે. (Ahmedabad Crime News)

ટી મિટિંગ પાછળનું કારણ અત્યાર સુધી શહેર પોલીસ કમિશનર દ્વારા લેવામાં આવતી ટી મીટીંગ પોલીસ કમિશનર કચેરીની ઓફિસ અથવા તો હેડક્વાર્ટર ખાતે યોજાવામાં આવતી હતી. પરંતુ હવે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે નવો અભિગમ અપનાવ્યો છે, જેમાં અઠવાડિયાના દર મંગળવારે આકસ્મિક કોઈપણ પોલીસ સ્ટેશનમાં આ પ્રકારની મીટીંગ યોજવામાં આવશે. આ પ્રકારના અભિગમ પાછળ મુખ્ય હેતુ એ છુપાયેલો છે કે અંદર કામ કરતો સ્ટાફ કેટલો જાગૃત અવસ્થામાં કરી રહ્યો છે. (Commissioner of Police Tea meeting)

નરોડા પોલીસ સ્ટેશનમાં મુલાકાત પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે અગાઉ પોલીસ સ્ટેશનમાં ટી મીટીંગ અંતર્ગત નરોડા પોલીસ સ્ટેશનમાં મુલાકાત લીધી હતી. પોલીસ સ્ટેશનમાં માળખાગે સુવિધા રેકોર્ડ મેન્ટેન થાય છે કે કેમ વાહનોની પરિસ્થિતિ હથિયારોની પરિસ્થિતિ વગેરે લગતી બાબતો જાતે જઈને તપાસી ઉપરાંત વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન કોન્સ્ટેબલ સાથે ચર્ચા પણ કરી આ બેઠકમાં ડિવિઝન, ઝોન, ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ અધિકારીઓ હાજર રહ્યા હતા. (Tea meeting at police station in Ahmedabad)

આ પણ વાંચો મોરબીમાં કારથી ઠોકર મારતા ઈજાગ્રસ્ત આધેડનું સારવારમાં મોત, હત્યાની કલમનો ઉમેરો કરાયો

50થી વધુ પોલીસ સ્ટેશનની મુલાકાત શહેર પોલીસ કમિશનરે પોલીસ અધિકારીઓ અને પોલીસ કોન્સ્ટેબલ સાથે વાત કરીને બંને તરફી સંવાદ એટલે કે લોકોનું પોલીસ પ્રત્યે અભિગમ અને પોલીસને લોકોની સુરક્ષા વ્યવસ્થા દરમિયાન ઉદ્ભવતા પડકારો અંગે જાણકારી મેળવી. સાથે સાથે જે તે પોલીસ સ્ટેશનમાં બનતા ગુના અને તે અંગેની તપાસની પદ્ધતિ અંગે પણ જાણકારી મેળવી. આગામી દિવસોમાં આ જ પ્રકારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર શહેરના 50થી વધારે પોલીસ સ્ટેશનની મંગળવારે મુલાકાત કરશે. (Ahmedabad Police Commissioner)

આ પણ વાંચો માસૂમ દીકરીનું અપહરણ કરનાર મહિલાને પોલીસે ઝડપાઈ,CCTV ફૂટેજ મળ્યા

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં મુલાકાત પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે અગાઉ પોલીસ સ્ટેશનમાં ટી મીટીંગ અંતર્ગત નરોડા પોલીસ સ્ટેશનમાં મુલાકાત લીધી હતી. ત્યારે આ વખતે મંગળવારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં મુલાકાત લઈને પોલીસ સ્ટેશનની માળખાકીય સુવિધા અને રેકોર્ડ મેન્ટેન થાય છે કે કેમ, વાહનોની પરિસ્થિતિ, હથિયારોની પરિસ્થિતિ વગેરે લગતી બાબતો જાતે જઈને તપાસી. આ ઉપરાંત વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન કોન્સ્ટેબલ સાથે ચર્ચા પણ કરી હતી. આ બેઠકમાં સંયુક્ત પોલીસ કમિશનર, ઝોન DCP, ACP સહિત ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ અધિકારીઓ હાજર રહ્યા હતા. (Ahmedabad Police Commissioner Meeting)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.