અમદાવાદઃ હમણાં થોડાક સમય પહેલા મહારાષ્ટ્રના ભાવનગરમાં બે સાધુ તેમજ એક ડ્રાઈવરની મોબ લીન્ચિંગ દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના સમગ્ર ભારતમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. તદુપરાંત હત્યાકાંડમાં ષડયંત્ર કરનારા તેમજ ઘટનાને આખરી અંજામ આપનાર આરોપીઓકને શક્ય ડતેટલાા ઝડપથી પકડવા અને તેમને કડકમાં કડક સજા મળે તે માટે સમગ્ર ભારતના સાધુ સંત સમાજ દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી.
પરંતુ હાલમાં કોરોના વાઇરસના કારણે લકોડાઉનની પરિસ્થિતિ છે. તે જોતા સમગ્ર સાધુ સંત સમાજ તેમજ અન્ય હિન્દુ સમાજ દ્વારા કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી. અને દેશમાં આવી પડેલી મહામારીના મોટા પડકાર સામે ઝઝૂમી રહેલા દેશમાં અન્ય કોઈ તકલીફ ન થાય, તે માટે હાલમાં ફક્ત અપીલ કરવામા આવી હતી કે સાધુ સંત સમાજને આરોપીઓને હત્યાના આરોપીઓને જલ્દીમાં જલ્દી પકડી તેમને કઠોર સજા કરાવવામાં આવે તેવી અપીલ પણ કરવામાં આવી હતી.
જે માટે અમદાવાદ તેમજ ગાંધીનગર કલોલ કડી તેમજ અન્ય શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં સરકારના આદેશનો સંપૂર્ણ પાલન કરતાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે હેતુથી બુધવારે વિશ્વહિંદુ પરિષદ, બજરંગદળ, ગાંધીનગર દ્વારા માણસા, ગાંધીનગર, કલોલ, દહેગામ તાલુકામાં 500થી વધુ કાર્યકરોએ પોતાના ઘરે રહી દીપ પ્રગ ટાવી તેમજ પરિવાર દ્વારા સત્સંગ કરી પાલઘરમાં મૃત્યુ પામેલા સંતોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે જ હત્યા કરવામાં આવેલા સાધુઓ તેમ જ ડ્રાઈવરનાં આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી.
હાલની પ્રવર્તમાન લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને દુઃખદ અવસાન પામેલા સંતો તેમજ તેમના ડ્રાઇવરના આત્માને શાંતિ માટે ઘરે બેસીને જ દીવા પ્રગટાવી અને પ્રાર્થના કરવામાં આવી હતી.