ETV Bharat / state

નગરપાલિકા, તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીનું થઈ ગયું સ્પષ્ટ ચિત્ર, ભાજપને ક્યાંક ભોંય પડશે ભારે - Local self government elections

81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી રવિવાર 28 ફેબ્રુઆરીએ યોજાશે. જેની મતગણતરી 2 માર્ચે થશે. ચૂંટણી આયોગ બહાર પાડેલી યાદી મુજબ આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 5 માર્ચે પૂર્ણ થઈ જશે. હાલ ગુજરાતની નગરપાલિકા, તાલુતા અને જિલ્લા પંચાયતમાં ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ETVBharatના આ વિશેષ અહેવાલમાં જાણીએ સ્પષ્ટ થયેલ ચૂંટણી ચિત્ર વિશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી
સ્થાનિક સ્વરાજની ચૂંટણી
author img

By

Published : Feb 20, 2021, 5:48 PM IST

Updated : Feb 20, 2021, 8:01 PM IST

  • સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીના બીજા તબક્કાનું ચૂંટણીચિત્ર
  • ભાજપ સામે મજબૂત ટક્કર આપશે આપ
  • ભાજપને એક કારણે પડી શકે છે ભોંય ભારે

અમદાવાદ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે તબક્કામાં યોજવાની જાહેરાત ચૂંટણી આયોગે કરી હતી. જે મુજબ 6 મહાનગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરીએ યોજાશે. જ્યારે 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી 28 ફેબ્રુઆરીએ યોજાશે. જેમાં ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું છે. સામાન્યપણે ગુજરાતમાં બે પક્ષ જ ચૂંટણી લડતાં હોય છે. ભાજપ અને કોંગ્રેસ, પણ પ્રજાજનોને આ વખતે ત્રીજો વિકલ્પ આમ આદમી પાર્ટીનો મળ્યો છે. આપે બૂથલેવલ સુધી જઇને પ્રચારનું કાર્ય કર્યું છે અને લોકો સમક્ષ દિલ્હી મોડેલ લોકો સમક્ષ રજૂ કર્યું છે.

નગરપાલિકાના ચૂંટણી મેદાનનું ચિત્ર

81 નગરપાલિકામાં 680 બેઠકો સામે 7,245 ઉમેદવાર મેદાનમાં છે. જેમાંથી 95 બેઠક પર ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થઈ ગયાં છે. બાકી રહેતી 7150 બેઠક પર ચૂંટણીનું મતદાન યોજાશે. તેની સાથે 13 નગરપાલિકાની પેટાચૂંટણીમાં 17 બેઠક પર પણ ચૂંટણી યોજાઈ રહી છે જેમાં 46 ઉમેદવાર હરીફાઈમાં રહ્યાં છે. જેમાંથી 2 બિનહરીફ વિજેતા બન્યાં છે અને 44 ઉમેદવાર મેદાનમાં રહ્યાં છે.

જિલ્લા પંચાયત ચૂંટણીમાં રહ્યું આ ગણિત

31 જિલ્લા પંચાયતમાં 980 બેઠકો માટે 4,612 ઉમેદવારીપત્ર ભરાયાં હતાં. જેમાં 1753 ફોર્મ અમાન્ય ઠર્યાં હતાં. 2,859 ફોર્મ માન્ય થયાં તેમાંથી 179 ફોર્મ પરત ખેંચાયા એટલે હવે 2.655 ઉમેદવાર ચૂંટણીની હરીફાઈમાં રહ્યાં. જોકે તેમાંથી 25 બેઠક પર ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયાં છે. જેથી 2,630 ચૂંટણીના જંગમાં રહ્યાં છે.

તાલુકા પંચાયત ચૂંટણીના જંગમાં હજારો ઉમેદવાર

231 તાલુકા પંચાયતમાં કુલ 4774 બેઠક પર 20,087 ફોર્મ ભરાયાં હતાં. જેમાંથી 6,988 ફોર્મ અમાન્ય ઠર્યાં હતાં અને 13,099 ફોર્મ માન્ય રહ્યાં હતાં. 717 ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયા હતાં. હવે 231 તાલુકા પંચાયતમાં 4,774 બેઠક પર 12,265 ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં છે. જેમાંથી 117 બેઠક પર 117 બેઠક બિનહરીફ વિજેતા જાહેર થઈ છે. ફાઈનલી, 12,148 ઉમેદવાર ચૂંટણીજંગમાં ઊતરી ચૂક્યાં છે. તેની સાથે 3 તાલુકા પંચાયતમાં 3 બેઠકોની પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે જેમાં 5 ઉમેદવાર હરીફાઈમાં છે અને 1 બેઠક પર બિનહરીફ વિજેતા જાહેર થયાં હોવાથી 4 બેઠકની પેટાચૂંટણી યોજાવાની છે.

ઉમેદવાર અને પક્ષોની સ્થિતિ

81 નગરપાલિકામાં ભાજપે 2,555 ઉમેદવાર મેદાનમાં ઊતાર્યાં છે. તેની સામે કોંગ્રેસે 2247 ઉમેદવાર ઊભાં રાખ્યાં છે. બહુજન સમાજ પાર્ટીના 109 ઉમેદવાર અને આમ આદમી પાર્ટીના 719 ઉમેદવારોએ પણ ચૂંટણી મેદાનમાં ઝૂકાવ્યું છે.

31 જિલ્લા પંચાયતમાં ભાજપે 954 ઉમેદવારોને મેદાનમાં ઊતાર્યાં છે. તેની સામે કોંગ્રેસે 937 ઉમેદવારોને ઊભાં રાખ્યાં છે. બહુજન સમાજ પાર્ટીના 88 ઉમેદવાર અને આપના 304 ઉમેદવાર જિલ્લા પંચાયતની ચૂંટણી લડી રહ્યાં છે.

231 તાલુકા પંચાયતમાં ભાજપે 4,652 ઉમેદવારોને ચૂંટણીના જંગમાં ઊતાર્યાં છે તો કોંગ્રેસે 4594 ઉમેદવારો ઊભાં રાખ્યાં છે. આમ આદમી પાર્ટીએ તાલુકા પંચાયતમાં પણ 1067 ઉમેદવાર ઊભાં રાખ્યાં છે. તો બહુજન સમાજ પાર્ટીએ પણ 255 ઉમેદવારોને મેદાનમાં ઊતાર્યાં છે.

કૃષિ બિલનો મુદ્દો આ સ્તરે બનશે ખાસ

નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારના કૃષિ બિલને લઇને છેલ્લાં બે મહિનાથી આંદોલન ચાલી રહ્યું છે. જેનો પડઘો ગુજરાતમાં હજુ સુધી તો પડ્યો નથી. ગુજરાતના ખેડૂતોએ કૃષિ બિલને સ્વીકારી લીધું છે તેમ છતાં કેટલાક ખેડૂતો કૃષિ બિલને લઇને વિરોધ કરી રહ્યાં છે. આ ખેડૂતો ભાજપ સરકારની વિરુદ્ધમાં મતદાન કરે તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે. એઠલે કે તાલુકા અને જિલ્લા પંચાયતમાં ભાજપ માટે કપરાં ચઢાણ હોઇ શકે છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સાથેસાથે આમ આદમી પાર્ટીનો વિકલ્પ પણ મળ્યો છે જેથી ગ્રાઉન્ડ રીપોર્ટ એવું કહી રહ્યો છે કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં આપ પોતાનું ખાતું ખોલાવશે.

ભાજપને આ ભોંય પડશે ભારે

ગુજરાતમાં છેલ્લી 4 ટર્મથી ભાજપનું સતત શાસન છે. ભાજપના શાસનમાં શહેરોનો વિકાસ ઊડીને આંખે વળગે તેવો છે પણ ગ્રામીણસ્તરે હજુ જૈસે થેની સ્થિતિ છે. ગ્રામીણ વિસ્તારોના રસ્તાઓ આજેપણ ખસ્તા હાલતમાં છે. જેની સીધી અસર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જોવા મળે તો નવાઈ નહીં. જોકે હિંદુત્વના મુદ્દા પર ગ્રામ્ય વિસ્તારના લોકો ભાજપને સાથ આપે તો પણ આશ્ચર્ય સર્જનારું બની રહેશે.

ભાજપને પોતાને આગોતરી ગંધ આવી છે

તાજેતરમાં ભાજપે એક આંતરિક સર્વે પણ કરાવ્યો હતો જેમાં 6 મહાનગરપાલિકામાં ભાજપની જીત આસાન દર્શાવી છે, પણ જિલ્લા અને તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ માટે ભાજપ માટે કપરાં ચઢાણ હોય તેવું સામે આવ્યું છે. જેથી આ વખતે ભાજપે ગ્રામીણ વિસ્તારોના ગ્રાઉન્ડલેવલ પર જઈને પ્રચાર કર્યો છે. ભાજપે આ વખતે ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચવા પેજ કમિટીનું ગઠન કર્યું છે અને પેજ કમિટીના સભ્યો ગામડે ગામડે ફેલાયાં છે. પેજ કમિટીના આ સભ્યો મતદારોને મતદાનમથક સુધી લઇ આવે ત્યાં સુધીની તેમને જવાબદારી સોંપવામાં આવી છે. એટલા માટે જ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કહી રહ્યાં છે કે પેજ કમિટી અણુબોમ્બ બનશે અને કોંગ્રેસના સૂપડાં સાફ કરી નાંખશે.

અમદાવાદથી પારુલ રાવલનો અહેવાલ, ETV BHARAT

Last Updated : Feb 20, 2021, 8:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.