અમદાવાદ : કોરોના મહામારી દરમિયાન સમગ્ર દેશની શાળા અને કોલેજ બંધ કરવામાં આવી હતી. તે સમયે પણ ખાનગી શાળા સંચાલકો દ્વારા વાલીઓ પાસેથી મોટી ફી વસૂલવામાં આવી રહી હતી. જેને લઈને ખાનગી શાળાઓ સામે વાલીઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. તે સમયે સરકારી શાળા દ્વારા તમામ વિદ્યાર્થીની ફી માફ કરવામાં આવી હતી. સરકાર દ્વારા નવી અદ્યતન આધુનિક શાળા પણ બનાવવામાં આવી રહી છે. જેને પગલે ખાનગી શાળા છોડી હવે સરકારી શાળા પહેલી પસંદ બની રહી છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગત અમદાવાદ શહેરમાં 459 જેટલી શાળા સંચાલિત છે. જેમાં 1 લાખ 60 હજાર જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. છેલ્લાં 10 વર્ષથી સારું શિક્ષણ અને શાળાને ડેવલપ કરવામાં આવી રહી છે. જેને લઈ વાલીઓ પણ પોતાનાં બાળકનું શિક્ષણ સારું નગર પ્રાથમિક શાળામાં મળશે તેવી આશા રાખીને સરકારી શાળા પ્રવેશ મેળવી રહ્યા છે. જેના કારણે ખાનગી શાળા છોડી કૉર્પોરેશન શાળાના પ્રવેશ મેળવ્યો છે. - સુજય મહેતા, સ્કુલ બોર્ડ ચેરમેન
અંદાજીત 10 હજાર બાળકોએ ખાનગી શાળા છોડી : કોરોના મહામારી સમયે રાજ્યની તમામ શાળાઓ બંધ હતી. તેમ છતા ખાનગી શાળા દ્વારા અમુક ટકા ફી વસૂલવામાં આવતી હતી. જેને લઇને વાલીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળા પણ ડેવલપ કરી સારું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેના કારણે કોરોનાકાળ બાદ વાલીઓ પોતાના બાળકને ખાનગી શાળા છોડી સરકારી શાળાના પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કોરોના મહામારી બાદ અત્યાર સુઘી અમદાવાદ કોર્પોરેશનની શાળામા અંદાજીત 10000 જેટલા બાળકો ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. જેમાં 2022માં 9600થી વધુ બાળકો ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. જયારે 2023 જૂન સુધીમાં 3131 જેટલા બાળકો ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.
દરેક વોર્ડમાં એક અનુપમ શાળા : અમદાવાદ શહેરમાં કુલ 48 વોર્ડ આવેલા છે. જેમાં અમદાવાદ મ્યુનિસીપલ સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ અંતર્ગત 459 શાળાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જેમા શરૂઆતના તબક્કામાં દરેક વોર્ડ દીઠ એક શાળાને અનુપમ શાળા તરીકે ડેવલપ કરવામાં આવી રહી છે. જેમાં શાળામાં અભ્યાસ માટે જરુર પડતી તમામ સાધન સામગ્રી પૂરી પાડવામાં આવી છે. બાળકો શાળામાં અભ્યાસ કરવું ગમે તેવું વાતાવરણ ઉભુ કરવામાં આવ્યું છે. બાળકો પ્રોજેક્ટર, કોમ્પ્યુટર લેબ, લાયબ્રેરી જેવી સુવિધા અનુપમ શાળામાં આપવામાં આવી રહી છે. આવનાર દિવસોમાં શહેરની તમામ શાળાને અનુપમ શાળા તરીકે ડેવલપ કરવામાં આવશે.