અમદાવાદ : અમદાવાદ ખાતે રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ યુક્રેનથી (Students from Ahmedabad in Ukraine) પરત ફરેલા વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું. વિધાર્થીઓની રાહ જોઇને બેઠેલા તેમના માતા-પિતા સાથે વાત કરી હતી. ઉપરાંત જે વિદ્યાર્થીઓ હજી યુક્રેનમાં ફસાયેલા છે. તેમના માતા-પિતાની રજૂઆત સાંભળી હતી. વિદ્યાર્થીઓને એરલિફ્ટ કરવાના મુદ્દે શિક્ષણ પ્રધાને ETV Bharat સાથે વાત કરી હતી.
પ્રશ્ન : ગુજરાતના કેટલાક વિધાર્થીઓ પરત ફર્યા છે. પરંતુ કેટલાય વિધાર્થીઓ હજી યુક્રેનમાં ફસાયેલા છે. આપ શું કહેશો ?
ઉતર : કેન્દ્ર સરકાર ભારતીય વિદ્યાર્થીઓને સ્વદેશ પરત લાવવા મિશન 'ગંગા' અંતર્ગત તેમને એરલીફ્ટ (Jitu Waghani about Gujarati Students) કરી રહી છે. ગુજરાત સરકાર પણ કલેકટર કક્ષાએથી લઈને કેન્દ્ર સરકાર સાથે વિદ્યાર્થીઓને પરત લાવવા માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્ય સરકાર આવા ફસાયેલા વિદ્યાર્થીઓની મા-બાપ બનીને તેમને યુક્રેનથી તેઓના ઘર સુધી મૂકવાની જવાબદારી ઉપાડી છે. રાજ્યના માર્ગ પરિવહન નિગમની વોલ્વો બસ મારફતે આવા વિદ્યાર્થીઓને મુંબઈ અને દિલ્હી એરપોર્ટથી લાવીને તેમના ઘર સુધી મૂકવાની જવાબદારી અને તે દરમિયાન તેમને કોઈપણ અગવડ ન પડે તેની જવાબદારી સરકારે ઉપાડી છે.
આ પણ વાંચોઃ Ukraine crisis : ઓપરેશન ગંગામાં પાકિસ્તાન તરફથી પણ મળી મદદ, સાંભળો એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બર્સના અનુભવ
પ્રશ્ન : હજી ઘણા ગુજરાતી વિધાર્થીઓ ત્યાં ફસાયા છે અને તેઓ સરકાર પાસેથી મદદ માંગી રહ્યા છે. તેમને શું કહેશો ?
ઉતર : યુક્રેનમાં ફસાયેલા ઘણા ગુજરાતીઓ મારો સીધો સંપર્ક કરે છે. હું તેમને ભારત આવવા માટેની વ્યવસ્થાઓ કરાઉ છું. જે વાલીઓ અમારો સંપર્ક કરે છે. તેના ડોક્યુમેન્ટ લઈને કેન્દ્ર સરકાર મારફતે ભારતીય એમ્બેસીને મોકલી અપાય છે. આવા ફસાયેલા વિધાર્થીઓને સ્વદેશ પરત (Gujarat Airlift from Ukraine) લાવવાનું કાર્ય સતત ચાલુ રહેશે.