અમદાવાદઃ ઘંધારોજગાર શરૂ કરવા માટે કોરોના વાઇરસને લઈને કેવી કાળજી રાખવી તે માટેની ગાઈડલાઈન્સ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે, તે કાળજી લઇને બજારો શરૂ થઈ ગયા છે. અમદાવાદ ફૂલ બજાર પણ સંપૂર્ણ રીતે સેનિટાઈઝ કરીને શરૂ કરાયું છે. અહીં પણ ગ્રાહકો અને વેપારીઓ માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને માસ્ક પહેરવું ફરજિયાત છે.
અમદાવાદ ફૂલ બજારમાં કરમાઈ કમાણી, શહેર અનલૉક છતાં ખરીદીમાં મંદી - Corona lockdown
સમગ્ર દેશમાં અઢી મહિનાના લૉકડાઉન બાદ આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થઈ છે. જેમાં વિવિધ વસ્તુઓના માર્કેટ પણ ખુલ્યાં છે.જે અંતર્ગત અમદાવાદના જમાલપુર ખાતે આવેલ ફૂલ બજાર પણ શરૂ કરવામાં આવ્યું છે. જો કે, ફૂલબજારમાં વેચાણનો પમરાટ જોવા મળી રહ્યો નથી. મંદીના કારણે વેપારીઓના મન મૂરઝાયેલાં છે.
અમદાવાદ ફૂલ બજારમાં કરમાઈ કમાણી, શહેર અનલૉક છતાં ખરીદીમાં મંદી