ETV Bharat / state

10 મહિના અગાઉ ચોરી થયેલી બાઇકનો ઈ-મેમો માલિકને મળ્યો, ચોર હજુ પણ ફરાર - Gujarati News

અમદાવાદઃ શહેરના એસ.જી.હાઇવે પરથી 10 મહિના અગાઉ એક બાઇકની ચોરી થઇ હતી. જે અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. ત્યારે ચોરીના 10 મહિના બાદ જ વસ્ત્રાપુરના વિવિધ વિસ્તારોમાં આ બાઇક લઇ યુવક-યુવતી ફરે છે. તેમનો ઈ-મેમો પોલીસે માલિકના ઘરે મોકલ્યો હતો. પરંતુ બાઇક કે ચોરને પોલીસ શોધી શકી નથી.

અમદાવાદમાં 10 મહિના અગાઉ ચોરી થયેલ વાહનનો ઈ-મેમો માલિકને મળ્યો,યુવક-યુવતી ફરે છે વાહન લઈને....
author img

By

Published : Jul 23, 2019, 6:26 PM IST

શહેરના સિંધુ ભવન રોડ પરના પંડિત દીનદયાળ હોલમાં સમાજના કાર્યક્રમમાં સુરેશ શાહ તેમનું જ્યુપીટર બાઇક લઈને આવ્યા હતા. ત્યારે કાર્યક્રમ પુરો કરી બહાર નીકળતા સમયે પાર્કિંગમાંથી બાઇકની ચોરી થઇ ગઇ હતી. આ અંગે સુરેશભાઈએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ચોરી થયાના 10 મહિના બાદ સુરેશભાઈને બાઇકનો ઈ-મેમો મળ્યો હતો.

Ahmedabad
અમદાવાદમાં 10 મહિના અગાઉ ચોરી થયેલ વાહનનો ઈ-મેમો માલિકને મળ્યો,યુવક-યુવતી ફરે છે વાહન લઈને....

આ બાઇકમાં એક યુવક-યુવતી બેઠેલા હતા. આ અંગે તેમણે પોલીસ સ્ટેશનમાં જાણ કરતા સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. જેમાં વસ્ત્રાપુર વિસ્તારમાં અનેક જગ્યાઓ પર યુવક-યુવતી સુરેશભાઈના ચોરી થયેલા બાઇક પર ફરી રહ્યા હતા.

ચોરી કર્યા પછી ચોરે બાઇકની નંબર પ્લેટ પણ બદલી નહોતી. સીસીટીવી ચેક કરતા યુવક-યુવતી પણ બિન્દાસ્ત રીતે બાઇક પર ફરી રહ્યા હતા. આ અંગે પોલીસે વસ્ત્રાપુરની અનેક સોસાયટી અને વાહન ચેક કર્યા હતા, જેમાં આ બાઇક મળ્યું ન હતું. સુરેશભાઈને એક નહિ પરંતુ 3 ઈ-મેમો મળ્યા છે પરંતુ હજુ સુધી પોલીસ તેમનુ વાહન કે ચોર સુધી પહોંચી શકી નથી.

Intro:અમદાવાદ:એસ.જી.હાઇવે પરથી 10 મહિના અગાઉ એક જુપીટર ચોરાયું હતું જે અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી.ત્યારે ચોરીના 10 મહિના બાદ જુપીટર વસ્ત્રાપુરના વિવિધ વિસ્તારોમાં યુવક-યુવતી ફરે છે તેમનો ઈ-મેમો પોલીસે માલિકના ઘરે મોકલ્યો છે પરંતુ જુપીટર કે ચોરને પોલીસ શોધી શકી નથી..Body:શહેરના સિંધુ ભવન રોડ પરના પંડિત દીનદયાળ હોલમાં સમાજના કાર્યક્રમમાં સુરેશ શાહ તેમનું જુપીટર લઈને આવ્યા હતા ત્યારે કાર્યક્રમ પતાવીને બહાર નીકળતા સમયે પાર્કિંગમાં જોતા સુરેશભાઈનું જુપીટર ચોરાઈ ગયું હતું.આ અંગે સુરેશભાઈએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.ચોરી થયાના 10 મહિના બાદ સુરેશભાઈને જુપીટરનો ઈ-મેમો મળ્યો હતો જેમાં એક યુવક-યુવતી બેઠેલા હતા.આ અંગે તેમને પોલીસ સ્ટેશનમાં જાણ કરતા સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા જેમાં વસ્ત્રાપુર વિસ્તારમાં અનેક જગ્યાઓ પર યુવક-યુવતી સુરેશભાઈના ચોરી થયેલા જુપીટર પર ફરી રહ્યા હતા.

ચોરી કર્યા પછી ચોરે જુપીટરની નંબર પ્લેટ પણ બદલી નહોતી.સીસીટીવી ચેક કરતા યુવક-યુવતી પણ બિન્દાસ્ત રીતે જુપીટર પર ફરી રહ્યા હતા.આ અંગે પોલીસે વસ્ત્રાપુરની અનેક સોસાયટી અને વાહન ચેક કર્યા હતા જેમાં આ જુપીટર મળી આવ્યું નથી.સુરેશભાઈને એક નહિ પરંતુ 3 ઈ-મેમો મળ્યા છે પરંતુ હજુ સુધી પોલીસ તેમનું વાહન કે ચોર સુધી પહોંચી શકી નથી...Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.